2018 બાદ પુનઃ નર્મદા નદી માત્ર 200 મીટરના પટમાં વહેતી જોવા મળી
2018 બાદ પુનઃ નર્મદા નદી માત્ર 200 મીટરના પટમાં વહેતી જોવા મળી
સરદાર સરોવર ડેમ 4 રાજ્યો માટે આશીર્વાદ રૂપ બન્યો પણ ભૃગુકચ્છ માટે અભિશાપ બન્યો છે. નર્મદાના નીર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી ડાઉનસ્ટ્રીમ બંધ કરીને પાણી પહોંચાડ્યું છે. ડાઉનસ્ટ્રીમ માં છેલ્લા દોઢ મહિના ની આવક ઘટી છે. ગરુડેશ્વર રીવર કમ બેરેજ ને લઇ ગરુડેશ્વર થી નર્મદા નદી ની ડાઉનસ્ટ્રીમ નદી સંગમ સ્થાન સુધી છીછરી બની છે. 2018 બાદ પુનઃ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી માત્ર 4 ગાળા માં 200 મીટર માં જોવા મળે છે. પહેલા ડેમ અને હવે ગરુડેશ્વર રીવર કમ બેરેજ કોઝવે જળમાર્ગ અવરોધતા નર્મદા ભક્તો ની આસ્થા અને ભરૃચીઓ નું ગૌરવ હળાયું છે.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે 950 મીટર વિશાળ પટમાં વહેતી નર્મદા હવે માત્ર 450 મીટર અંદર સમેટાય છે. ગોલ્ડન બ્રિજ આગળ 2 ફૂટ સુધી પાણી સપાટી નીચે આવી છે. 1250 મીટરના ગોલ્ડન બ્રિજ પર પટ હવે બંને તરફ પુરાણ 800 મીટર વિસ્તાર થઇ ગયું છે. 2018 કરતા પણ હાલત બગડી 100 મીટર નું પુરાણ વધુ થયું છે.
0 Response to "2018 બાદ પુનઃ નર્મદા નદી માત્ર 200 મીટરના પટમાં વહેતી જોવા મળી"
ટિપ્પણી પોસ્ટ કરો