vadodara : વડોદરામાં પીવાના પાણીની કોઇપણ સમસ્યા માટે ડાયલ કરો આ નંબર, સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ફોન પર ફરિયાદ કરી શકાશે
વડોદરામાં પીવાના પાણીની કોઇપણ સમસ્યા માટે ડાયલ કરો આ નંબર, સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ફોન પર ફરિયાદ કરી શકાશે
વડોદરા શહેરમાં પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવવું, સમયસર નહીં તેમજ ગંદુ પાણી આવવા સહિતની સૌથી વધુ ફરિયાદો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી હોય છે, ત્યારે આવી ફરિયાદોના નિવારણ માટે વડોદરા કોર્પોરેશને હવે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે તેમજ ફરિયાદ માટે મોબાઇલ અને ટેલિફોન નંબર જાહેર કર્યા છે.
કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ શરૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં લોકોની પાણીને લગતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ એટલે કે ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફોન દ્વારા ફરિયાદ નોંધાવી શકાશે. આ માટે મોબાઇલ નંબર 6359776325 તથા લેન્ડ લાઇન નંબર 0265 2481828 પર સંપર્ક કરવાનો રહેશે.
કયા પ્રકારની ફરિયાદો કરી શકાશે-પાણી ઓછા પ્રેશરથી મળવું
-પાણી નહીં મળવું
-પાણીના નળ પર ડાયરેક્ટ મોટર લગાવી પાણી ખેંચતા હોવાની ફરિયાદ
-પાણી કોન્ટામીનેટેડ આવવું
-પાણીની લાઇનમાં લીકેજ
-પાણીનો બગાડ અને વેડફાટ અંગેની ફરિયાદ
0 Response to "vadodara : વડોદરામાં પીવાના પાણીની કોઇપણ સમસ્યા માટે ડાયલ કરો આ નંબર, સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી ફોન પર ફરિયાદ કરી શકાશે"
ટિપ્પણી પોસ્ટ કરો