-->
ઓસ્ટ્રેલિયાએ ભારતને પરત કરી 29 દુર્લભ મૂર્તિઓ, PM મોદીએ જાતે કર્યું નિરીક્ષણ.

ઓસ્ટ્રેલિયાએ ભારતને પરત કરી 29 દુર્લભ મૂર્તિઓ, PM મોદીએ જાતે કર્યું નિરીક્ષણ.

 

ઓસ્ટ્રેલિયાએ ભારતને પરત કરી 29 દુર્લભ મૂર્તિઓ, PM મોદીએ જાતે કર્યું નિરીક્ષણ.



ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા સાથે જોડાયેલ 29 અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિઓ ભારતને પરત કરી છે, જેનું ખુદ વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

  • ઓસ્ટ્રેલિયાએ 29 અતિ મૂલ્યવાન દુર્લભ મૂર્તિઓ ભારતને પરત કરી
  • આ પ્રાચીન વસ્તુઓ 9મી-10મી સદી ઈ.સ. પૂર્વેની

થીમ અનુસાર, પ્રાચીન વસ્તુઓ 6 વ્યાપક શ્રેણીઓમાં આવે છે - શિવ અને તેમના શિષ્ય, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરાઓ, ચિત્રો અને સુશોભન વસ્તુઓ. PMOએ સોમવારે આ અંગેની જાણકારી આપી.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, આ મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી - સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય, પિત્તળ, કાગળમાં ચલાવવામાં આવેલાં શિલ્પો અને ચિત્રો છે. પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે, જે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તમને જણાવી દઈએ કે, આ પ્રાચીન વસ્તુઓ અલગ-અલગ સમયની છે, આ પ્રાચીન વસ્તુઓ 9મી-10મી સદી ઈ.સ. પૂર્વેની છે.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન સોમવારે ડિજિટલ સમિટ યોજશે, જેમાં વેપાર અને રોકાણના ક્ષેત્રો સહિત બંને પક્ષો વચ્ચેના એકંદર વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ વધારવાની અપેક્ષા છે. સોમવારે એટલે કે આજે મોદી અને મોરિસન વચ્ચે મુલાકાત યોજાઇ. તે સમયે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધને 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તર સુધી લઇ જવાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોરિસન ભારત સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે રૂ. 1,500 કરોડના રોકાણની યોજનાની જાહેરાત કરશે. જેમાં સ્વચ્છ ટેક્નોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ માટે રૂ. 183 કરોડ અને અવકાશ ક્ષેત્રમાં સંબંધો વધારવા માટે રૂ. 136 કરોડનો સમાવેશ થાય છે.


0 Response to "ઓસ્ટ્રેલિયાએ ભારતને પરત કરી 29 દુર્લભ મૂર્તિઓ, PM મોદીએ જાતે કર્યું નિરીક્ષણ."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel