ઘરગથ્થુ ગેસના ભાવમાં રું.3થી રું.5નો વધારો ઝીંકવાનો તખ્તો
ઘરગથ્થુ ગેસના ભાવમાં રું.3થી રું.5નો વધારો ઝીંકવાનો તખ્તો
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની વાતો વચ્ચે શહેરમાં ઘરગથ્થુ પાઈપથી અપાતા ગેસના ભાવમાં વધારો થવાની સંભાવના ઉભી થઇ છે. રાજ્યમાં અન્ય ગેસ ગેસ કંપનીઓએ પીએનજી અને સીએનજીના ભાવમાં જાન્યુઆરી મહિનામાં વધારો કર્યો હતો. વડોદરા ગેસ કંપનીએ ઘરગથ્થુ ગેસના ભાવમાં વધારો નહીં કર્યો હોવાથી કંપનીને 5થી 6 કરોડનું નુકસાન થતું હોવાથી ગેસના ભાવમાં રૂ. 3થી 5નો વધારો થવાની સંભાવના સેવાય છે. 2014થી વડોદરા મહાનગર પાલિકા અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વડોદરા ગેસ કંપની બનાવી છે.
જે શહેરમાં પાઇપથી ગેસ પહોચાડે છે. વડોદરા ગેસ લિમિટેડના શહેરમાં 2 લાખ ગ્રાહકો છે. તાજેતરમાં વડોદરા ગેસ કંપનીએ ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ પીએનજી ગેસમાં એક મહિના પહેલા 2 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે સીએનજીના ભાવમાં પણ 3થી 4 રૂપિયાનો વધારો કર્યો હતો. પરંતુ વડોદરા ગેસ કંપનીએ ઘરગથ્થું અપાતા પીએનજીના ભાવમાં ગત જાન્યુઆરી મહિનાથી કોઈ ભાવ વધારો કર્યો નથી.
0 Response to "ઘરગથ્થુ ગેસના ભાવમાં રું.3થી રું.5નો વધારો ઝીંકવાનો તખ્તો"
ટિપ્પણી પોસ્ટ કરો