-->
સુરતમાં બે યુવકના ખભા પર બેસી યુવકે બે તલવારથી જન્મદિવસની કેક કાપી, બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ

સુરતમાં બે યુવકના ખભા પર બેસી યુવકે બે તલવારથી જન્મદિવસની કેક કાપી, બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ

 સુરતમાં બે યુવકના ખભા પર બેસી યુવકે બે તલવારથી જન્મદિવસની કેક કાપી, બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ


સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવક દ્વારા જન્મદિવસની બે યુવકના ખભા પર બેસી બે તલવારથી કેક કાપી ઉજવણી કરી હતી. પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડ્યાં હતાં. આ ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયો આધારે પોલીસે બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ કરી છે.


બર્થ-ડે બોય અને તેના પિતરાઈ ભાઈની ધરપકડ
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં આવેલી સ્વસ્તિકવીલા સોસાયટીમાં રહેતા મયુર સુરેશભાઈ ઠાકોર (ઉ.વ.19)નો 17 માર્ચના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે તલવાર, રેમ્બો છરા સાથે ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઈરલ થતા પોલીસે મયુર અને તેના પિતરાઈ ભાઈ શિવસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી ત્રણ તલવાર, એક રેમ્બો છરો અને એક ચપ્પુ કબજે લીધું છે.


આતીશબાજી વચ્ચે તલવારથી કેક કાપી
સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો છવાઇ જવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે. તેવા વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાઈરલ થતા હોય છે. સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ન કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક ઈસમે પોતાનો જન્મદિવસની ઉજવણીમાં જાહેરનામાનો ભંગ કરી આતીશબાજી વચ્ચે બે તલવારથી કેક કાપી હતી.

0 Response to "સુરતમાં બે યુવકના ખભા પર બેસી યુવકે બે તલવારથી જન્મદિવસની કેક કાપી, બર્થ-ડે બોય સહિત બેની ધરપકડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel