-->
જામનગરમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા પરિવારના 5 સભ્યો લાપતા થયાનો ભેદ અકબંધ, પોલીસે શોધખોળ શરૂ કરી

જામનગરમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા પરિવારના 5 સભ્યો લાપતા થયાનો ભેદ અકબંધ, પોલીસે શોધખોળ શરૂ કરી


 જામનગરમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા પરિવારના 5 સભ્યો લાપતા થયાનો ભેદ અકબંધ, પોલીસે શોધખોળ શરૂ કરી



જામનગર શહેરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો અચાનક કોઈપણ કારણોસર ગુમ થયા હતા. જેને લઈ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો એકસાથે લાપતા થઈ જતા ચકચાર જાગી છે. પરિવારના મોભી હોટલના ધંધા સાથે સંકળાયેલા છે. પરિવારના 5 સભ્યો ગુમ થયાની જાણ જામનગર પોલીસમાં કરવામાં આવી છે.

કોઈપણને જાણ કર્યા વગર ઘરથી ચાલ્યા ગયા

શહેરમાં એક જ પરિવારના 5 સભ્યો ગુમ થતા ભારે ચકચાર મચી છે. પરિવારના મુખ્ય સભ્ય હોટલના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ નિમાવત ઉં.વ 52 અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત ઉં.વ45 તેમજ તેમની દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ26 અને દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત ઉં.વ22 અને અન્ય એક દીકરા સહિત પરિવારના આ પાંચ સભ્યો લાપતા છે. આ તમામ લોકો ગત 11 માર્ચના રોજ કોઈપણને જાણ કર્યા વગર ઘરથી ચાલ્યા ગયા છે. તે અંગે જામનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

0 Response to "જામનગરમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા પરિવારના 5 સભ્યો લાપતા થયાનો ભેદ અકબંધ, પોલીસે શોધખોળ શરૂ કરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel