સુરતમાં પોલીસની રેડમાં 3 ગ્રાહકો કઢંગી હાલતમાં મળ્યા
સુરતમાં પોલીસની રેડમાં 3 ગ્રાહકો કઢંગી હાલતમાં મળ્યા, મહિલા સંચાલક ગ્રાહકો પાસેથી રૂ. 800 લઈ લલનાઓને રૂ. 300 આપતી હતી
સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં પર વરાછા પોલીસે રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કૂટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલનાઓને 300 રૂપિયા આપતા હતા.
ચાર ગ્રાહકો ઝડપાયા
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારૂતિચોક પાસે પ્લોટ નં.117ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી હતી. ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલના સાથે ઝડપી લીધા હતા. પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો ત્રણ લલના સાથે કંઢંગી હાલતમાં મળી આવ્યા હતા.

0 Response to "સુરતમાં પોલીસની રેડમાં 3 ગ્રાહકો કઢંગી હાલતમાં મળ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો