અંકલેશ્વરના અધૂરા માસે જન્મેલા બાળકે જિંદગી સામે જંગ જીત્યો, તબીબોએ 5૦ દિવસની સારવાર બાદ નવજીવન બક્ષ્યું
અંકલેશ્વરના અધૂરા માસે જન્મેલા બાળકે જિંદગી સામે જંગ જીત્યો, તબીબોએ 5૦ દિવસની સારવાર બાદ નવજીવન બક્ષ્યું
અંકલેશ્વર શહેરમાં 24 અઠવાડિયામાં જન્મેલા બાળકને 50થી 60 દિવસની સારવાર આપી મમતા હોસ્પિટલના તબીબોએ નવજીવન બક્ષતાં માતા-પિતાએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર શહેરમાં મમતા હોસ્પિટલ ખાતે ગર્ભાશયની ગાંઠથી પીડાતી મહિલાની તબીબોએ ડિલિવરી કરાવી હતી. જેણે ગત તારીખ 26મી ડિસેમ્બરના રોજ અધૂરા માસે જન્મેલા બાળકને જન્મ આપ્યો હતો. જે બાળકને સરકારની યોજનાના લાભ હેઠળ ડોક્ટરોની ટીમે 50થી 60 દિવસ આઈ.સી.યુમાં વેન્ટીલેટર પર રાખી ફેફસા ખોલવાના ઇન્જેક્શન આપી દોઢથી બે મહિનાની સારવાર આપી નવજીવન આપ્યું છે.
હાલ બાળક માતાનું ધાવણ લેવાની સાથે ચમચીથી દૂધ લેતું થયું છે. તેમજ તે હાલ સ્વસ્થ અને તંદુરસ્ત બનતા તેને રજા આપવામાં આવી છે. ત્યારે નાના શહેરોમાં પણ મોટા શહેરો જેવી આધુનિક સારવારને પગલે બાળકના માતા-પિતાએ હોસ્પિટલના તબીબો તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે તબીબોએ આ એક કુદરતના ચમત્કાર સમાન કિસ્સો બન્યો હોવાનું જણાવ્યું હતું.
0 Response to "અંકલેશ્વરના અધૂરા માસે જન્મેલા બાળકે જિંદગી સામે જંગ જીત્યો, તબીબોએ 5૦ દિવસની સારવાર બાદ નવજીવન બક્ષ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો