-->
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ઘરમાં ગેરકાયદે રખાયેલા પોપટ સહિતના પક્ષીઓ જપ્ત કર્યાં, પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વન્યજીવ પોપટ સહિત વિવિધ પક્ષીઓ રાખતા પરિવારના ઘરમાં પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી દરોડો પાડી વન્ય જીવો કબજે કર્યાં હતા. પાણીગેટ પોલીસે કબજે કરેલા વન્ય જીવ વન વિભાગને સુપરત કર્યા હતા. ગેરકાયદે વન્યજીવો રાખનાર વ્યક્તિએ દરોડો પાડવા ગયેલા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના કાર્યકરને પોલીસ સમક્ષ ધમકી આપી હતી. આ અંગે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે વન્યજીવ કબજે લઇ વન વિભાગને સુપરત કર્યાં
પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા કમલેશભાઈ કહાર વન્યજીવ પોપટ સહિતના પક્ષીઓ પોતાના ઘરમાં ગેરકાયદે રાખે છે અને વેચાણ કરે છે. તેવી માહિતી પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના કાર્યકર રમેશભાઈને મળી હતી. આથી તેઓએ પાણીગેટ પોલીસને સાથે રાખીને દરોડો પાડી વન્યજીવ પોપટ કબજે કરી કર્યાં હતા. પાણીગેટ પોલીસે વન્યજીવ કબજે લઇ વન વિભાગને સુપરત કર્યા હતા.

0 Response to "વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ઘરમાં ગેરકાયદે રખાયેલા પોપટ સહિતના પક્ષીઓ જપ્ત કર્યાં, પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel