-->
 વડોદરા મા કોરોનાના  છેલ્લા 36 કલાકમાં નવા 6 કેસ, સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 4 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા 16 થઇ

વડોદરા મા કોરોનાના છેલ્લા 36 કલાકમાં નવા 6 કેસ, સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 4 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા 16 થઇ



વડોદરા મા કોરોનાના  છેલ્લા 36 કલાકમાં નવા 6 કેસ, સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 4 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા 16 થઇ


વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 6 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,899 પર પહોંચી ગઇ છે. વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,33,126 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હાલ હોસ્પિટલોમાં 5 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 16 થઇ છે. હાલમાં વેન્ટિલેટર પર એકપણ દર્દી નથી. હાલ હોસ્પિટલોમાં 5 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 24 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેરમાં રવિવારે અકોટા, તાંદળજા, મકરપુરા અને જેતલપુર વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો રવિવારે પશ્ચિમ ઝોનમાં 4 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા હતા. બીજી તરફ વડોદરા રૂરલમાં 1 એક કેસ નોંધાયો હતો.

0 Response to " વડોદરા મા કોરોનાના છેલ્લા 36 કલાકમાં નવા 6 કેસ, સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 4 કેસ, એક્ટિવ દર્દીઓની સંખ્યા 16 થઇ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel