વર્લ્ડ સ્લીપ ડે:કોરોના બાદ 52.20% લોકોને ઊંઘની સમસ્યાઓ જોવા મળી, આ 5 બીમારીઓથી લોકોને રાત્રે ઊંઘ આવતી નથી
વર્લ્ડ સ્લીપ ડે:કોરોના બાદ 52.20% લોકોને ઊંઘની સમસ્યાઓ જોવા મળી, આ 5 બીમારીઓથી લોકોને રાત્રે ઊંઘ આવતી નથી
સમગ્ર વિશ્વમાં 18મી માર્ચનાં રોજ ‘વર્લ્ડ સ્લીપ ડે’ની અવેરનેસ ફેલાવાય છે. ત્યારે લોકોએ જાણવું જરૂરી છે કે, દિવસ દરમિયાન, આળસ, થાક અને ડિપ્રેશનની સાથે રાત્રે ઉંઘમાંથી ઝબકીને જાગી જવાની સાથે બેથી ત્રણ વાર ઉઠવાની સમસ્યા હોય તો તે સ્લીપ ડિસઓર્ડર હોઇ શકે છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થીની મોર ભારતીએ 280 યુવાનો, 450 પ્રોઢ અને 410 વૃદ્ધ લોકોને મળીને કુલ 1140 લોકો પર સર્વે કર્યો. જેમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં છે.કોરોના બાદ 52.20% લોકોને ઊંઘની સમસ્યાઓ જોવા મળી છે.
ઊંઘમાં વાતો કરવાના લક્ષણો
જે લોકોને ઊંઘમાં વાત કરવાની આદત હોય છે, તેઓને દિવસ દરમિયાન ઊંઘ આવે છે અને તેઓ રાત્રે સરળતાથી ઊંઘી શકતા નથી. કેટલાક લોકો ગમે ત્યારે સૂઈ જાય છે,ત્યાં સુધી કે ડ્રાઇવિંગ દરમિયાન પણ. આવા લોકોની શ્વાસ લેવાની રીતમાં થોડો ફેરફાર થાય છે. ઊંઘ દરમિયાન અચાનક ધ્રુજારીની લાગણી
ઊંઘમાં વાતો કરવાનાં કારણો
- જીવનશૈલીમાં ફેરફાર
- ખાવા પીવાની ખોટી આદતો
- તણાવ
- અતિશય કામનો બોજ અને
- શારીરિક થાક
- સુવાનો અનિશ્ચિત સમય
સ્લીપિંગ ડિસઓર્ડરથી છુટકારો મેળવવાના ઉપાયો
- દારૂનું સેવન કરવાથી બચવુ.
- રાત્રે ભારે ખોરાક ખાવાનું ટાળો.
- સમયસર સૂઈ જાઓ અને સમયસર જાગો.
- તણાવથી દૂર રહો અને તમારી ઊંઘની રીતમાં સુધારો કરો.
- સીધા સૂવાનો પ્રયાસ કરો.
- તમારા મનને શાંત રાખવા માટે કસરત કરો.
ઉંમર પ્રમાણે દરરોજ સૂવાના આગ્રહણીય કલાકો માટે સામાન્ય માર્ગદર્શિકા:
- નવજાત (0-3 મહિના) 14-17 કલાક
- શિશુ (4-11 મહિના) 12-15 કલાક
- એલ્ડર્સ (1-2 વર્ષ) 11-14 કલાક
- શિશુ શાળામાં જતા નાના બાળકો (3-5 વર્ષ) 10-13 કલાક
- શાળાએ જતા બાળકો (6-13 વર્ષ) 9-11 કલાક
- કિશોરો (14-17) 8-10 કલાક
- પુખ્ત (18+) 7-9 કલાક
0 Response to "વર્લ્ડ સ્લીપ ડે:કોરોના બાદ 52.20% લોકોને ઊંઘની સમસ્યાઓ જોવા મળી, આ 5 બીમારીઓથી લોકોને રાત્રે ઊંઘ આવતી નથી"
ટિપ્પણી પોસ્ટ કરો