યુક્રેનના રાષ્ટ્રપતિની વેબ સિરીઝ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' ફરી રિલીઝ થશે, હાલમાં માત્ર અમેરિકામાં જોઈ શકાશે
યુક્રેનના રાષ્ટ્રપતિની વેબ સિરીઝ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' ફરી રિલીઝ થશે, હાલમાં માત્ર અમેરિકામાં જોઈ શકાશે
રશિયાના હુમલાનો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી હિંમતથી સામનો કરી રહ્યા છે અને તેમની આખી દુનિયામાં પ્રશંસા કરવામાં આવી છે. રિયલ લાઇફ હીરો ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર જોવા મળશે. નેટફ્લિક્સ ઝેલેન્સ્કીની વેબસિરીઝ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' અમેરિકામાં ફરી એકવાર સ્ટ્રીમ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઝેલેન્સ્કીની આ સિરીઝ નેટફ્લિક્સ પર 2017થી 2021 દરમિયાન સ્ટ્રીમ થઈ હતી. આ સિરીઝથી પ્રેરિત થઈને ઝેલેન્સ્કી એક્ટિંગ છોડીને રાજકારણમાં આવ્યા હતા.
સિરીઝના ટાઇટલ પર પાર્ટીનું નામ રાખ્યું
'સર્વન્ટ ઑફ પીપલ'માં એક શિક્ષકની વાત છે. આ શિક્ષક ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે. ટીચરનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થઈ જાય છે અને તે દેશનો રાષ્ટ્રપતિ બની જાય છે. આ શોની અત્યાર સુધી ત્રણ સિઝન રિલીઝ થઈ છે. ત્રીજી સિઝન પૂરી થતાં ઝેલેન્સ્કીએ 2019માં યુક્રેનના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી. તેમણે પોતાની પાર્ટીનું નામ પણ સિરીઝના ટાઇટલ પરથી 'સર્વન્ટ ઑફ પીપલ' રાખ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઝેલેન્સ્કીની બહાદુરીની પ્રશંસા થઈ
રશિયા તથા યુક્રેનના યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની બહાદુરી પૂરી દુનિયાની સામે આવી રહી છે. ઝેલેન્સ્કીએ જે રીતે રશિયન મિલેટ્રી ઓપરેશનનો સામનો કરીને પોતાના દેશને બચાવી રહ્યા છે, તેને કારણે તે રિયલ લાઇફ હીરો બની ગયા છે. આ જ કારણે નેટફ્લિક્સ ઝેલેન્સ્કીની સિરીઝ પોતાના અમેરિકન સબસ્ક્રાઇબર્સ માટે બીજીવાર રિલીઝ કરે છે.
0 Response to "યુક્રેનના રાષ્ટ્રપતિની વેબ સિરીઝ 'સર્વન્ટ ઑફ ધ પીપલ' ફરી રિલીઝ થશે, હાલમાં માત્ર અમેરિકામાં જોઈ શકાશે"
ટિપ્પણી પોસ્ટ કરો