રાણછોડરાયનું મંદિર મંગળા આરતી ટાણે "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઉઠ્યું, લાખો પદયાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
રાણછોડરાયનું મંદિર મંગળા આરતી ટાણે "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઉઠ્યું, લાખો પદયાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
કાળીયા ઠાકોરની જન્મ ભૂમિ ડાકોર ખાતે ગઈકાલે ગુરૂવારે ફાગણી પૂનમના રોજ લાખો પદયાત્રિકો રાજાધિરાજના દરબારમાં ઉમટ્યા હતા. જેના કારણે રણછોડજીનું ધામ ભક્તિમય બની ગયું છે. ડાકોરમાં આજે શુક્રવારે મંગળા આરતી સમયે લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સમગ્ર મંદિર પરિસર "જય રણછોડ માખણ ચોર"ના નાદના ગગન ચૂંબી જય ઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે.
આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, જય રણછોડ માખણ ચોરના જય ઘોષથી સમગ્ર ડાકોર ધામ ગૂંજી ઉઠ્યું છે. અહીયા ચૌદશથી જ અવિરત પદયાત્રિકોના સંઘો ડાકોરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ગોમતીઘાટ સહિત અન્ય જગ્યાએ રાતવાસો કરી વહેલી સવારે 4 વાગ્યે મંગળા દરમિયાન મંદિરના દ્વાર ખુલતાં ભક્તો ઉમટી પડ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે ધજા ચઢાવી
નોંધનીય છે કે આજે સવારે 9 કલાકે ફુલડોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અબિલ, ગુલાલની છોળો ઉછાળી ભક્તો ઓતપ્રોત બન્યા હતા. તો નોંધનીય છે કે ભગવાનને પણ સોનાની પીચકારી વળે ડોલોત્સવ ખેલવવામાં આવશે. આ વેળાએ પણ લાખો પદયાત્રિકો ઉમટી આ ડોલોત્સવના ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવશે. નોંધનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આજે ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર, રેન્જ આઇજી, ઇન્ચાર્જ એસપી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
હૈયાથી હૈયુ દળાય તેટલી ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
0 Response to "રાણછોડરાયનું મંદિર મંગળા આરતી ટાણે "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઉઠ્યું, લાખો પદયાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી"
ટિપ્પણી પોસ્ટ કરો