ધુળેટીની ધૂમ, યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા, યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવી ડીજેના તાલે ઝૂમ્યા
ધુળેટીની ધૂમ, યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા, યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવી ડીજેના તાલે ઝૂમ્યા
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રંગીલું ગણાતું રાજકોટ રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી મનભરીને કરી રહ્યું છે. શહેરના રેસકોર્સ રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. બે વર્ષ બાદ લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા અને શહેરના તમામ મુખ્ય રસ્તા પર અબીલ ગુલાલની છોળો ઉડી રહી છે.
રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી
કોરોનાની મહામારીના બે વર્ષ બાદ આજે નિયમો હળવા થતા રાજકોટવાસીઓએ પણ ધુળેટીના પર્વની મન ભરીને ઉજવણી કરી રહ્યા છે. શહેરની તમામ શેરીઓ ગલીઓમાં નાના મોટા સૌ કોઇ ધુળેટીના રંગે રંગાયા હતા. રાજકોટવાસીઓ એક બીજાને કલર લગાવી ડીજેના તાલ ઝૂમી ઉઠ્યા હતા.નાના બાળકો પિચકારી અને ફુગ્ગા લઇ રંગ પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી. ધુળેટી પર્વને લઇ બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.બાળકોના વાલીઓ સાવચેતી રાખી રહ્યા છે.
0 Response to "ધુળેટીની ધૂમ, યુવક-યુવતીઓ ગરબે ઘૂમ્યા, યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવી ડીજેના તાલે ઝૂમ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો