-->
વડોદરા: ચેક બાઉન્સ કેસના આરોપીએ વહોરી આત્મહત્યા, કોર્ટ પરિસરના ત્રીજા માળેથી મારી મોતની છલાંગ

વડોદરા: ચેક બાઉન્સ કેસના આરોપીએ વહોરી આત્મહત્યા, કોર્ટ પરિસરના ત્રીજા માળેથી મારી મોતની છલાંગ

 

વડોદરા: ચેક બાઉન્સ કેસના આરોપીએ વહોરી આત્મહત્યા, કોર્ટ પરિસરના ત્રીજા માળેથી મારી મોતની છલાંગ



વડોદરાની કોર્ટમાં પોલીસ જાપ્તામાં રહેલા આરોપીનો આપઘાતથી સનસનાટી મચી ગઈ છે. આરોપીએ પોલીસથી છટકીને ત્રીજા માળેથી આરોપીની મોતની છલાંગ
 લગાવી દીધી હતી.અગાઉ ચેક બાઉન્સ કેસમાંશહેરની પાનીગેટ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હતી . SRP જવાનના જાપ્તામાં રહેલા આરોપીએ  આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 
કહેવાય છે કે વર્ષ-2019માં સહકર્મચારી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતાં અને આરોપી પાસેથી રૂ. 10 લાખના ચેક લઇ લેવામાં આવ્યા હતા. આપઘાત કરનાર આરોપી રેલવે વિભાગમાં ફરજ બજાવતો હતો. ગોત્રી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આરોપીનું મૃત્યુ થયું છે. 



ત્રીજી કોર્ટમાં હાજર કરવાના બાકી હતા
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રવિણસિંહ મહીડા સામે જુદી-જુદી રૂપિયાની લેવડદેવડની ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેથી તેમને જુદી જુદી કોર્ટમાં રજૂ કરવાના હતા તેથી તેમને દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. બે કોર્ટમાં તેમને હાજર કરવામાં આવ્યા હતા અને ત્રીજી કોર્ટમાં હાજર કરવાના બાકી હતા એ દરમિયાન જ તેઓ પોલીસ જાપ્તામાંથી ભાગીને ત્રીજા માળેથી કૂદી ગયા હતા.

0 Response to "વડોદરા: ચેક બાઉન્સ કેસના આરોપીએ વહોરી આત્મહત્યા, કોર્ટ પરિસરના ત્રીજા માળેથી મારી મોતની છલાંગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel