દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ
દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ
દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. સુમુલ તાજા અને સુમુલ ગાયના દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે હવે ગાયના દૂધના ભાવ રુ.48થી વધીને રુ.50 રુપિયે પ્રતિ લિટર પહોંચ્યા છે. તો આ તરફ તાજા દૂધનો ભાવ રૂ.46થી વધીને રૂ.48 ભાવ થવા પામ્યો છે.સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશન સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ અમુલ ડેરી દ્વારા પણ 1 માર્ચના રોજ દુધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. દુધની કોથળી પર ભાવ છપાયેલી જૂની પ્રિન્ટ પડી હતી તે પૂરી થયા બાદ ભાવ વધારો કરવામાં આવ્યો છે.’
0 Response to "દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ"
ટિપ્પણી પોસ્ટ કરો