ઉત્તરપ્રદેશના લખનૌમાં યોજાયેલા સંસ્કૃત શાસ્ત્રાર્થમાં ગુરુકુળના સ્વામીએ પ્રથમ ક્રમ મેળવ્યો
ઉત્તરપ્રદેશના લખનૌમાં યોજાયેલા સંસ્કૃત શાસ્ત્રાર્થમાં ગુરુકુળના સ્વામીએ પ્રથમ ક્રમ મેળવ્યો
સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના રક્ષણ કરવાના ઉદ્દેશ સાથે તાજેતરમાં ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે સંસ્કૃત શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા વિવિધ ધર્મોના વિદ્વાનોએ ભાગ લીધો હતો. ગુજરાતમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય-ધર્મના વિદ્વાન તરીકે ગુરુકુળના વેદાંતાચાર્ય વિદ્વાન શાસ્ત્રી સ્વરૂપદાસજી સ્વામીએ સંસ્કૃત શાસ્ત્રાર્થમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌરવભરી સિદ્ધિ મેળવી છે.
સ્વરૂપદાસજી સ્વામીએ શાસ્ત્રાર્થમાં જુદા જુદા રાજ્યો અને ધર્મના 26 વિદ્વાનોની વચ્ચે 'જીવ, ઈશ્વર અને બ્રહ્મનો પરસ્પર સમન્વય કઈ રીતે કરી શકાય?' એ વિષય ઉપર સચોટ શાસ્ત્રોક્ત પ્રમાણો આપી છણાવટ કરી હતી. જેમાં સ્પષ્ટ ભાષા, તર્કબદ્ધ અને જ્ઞાનસભર વર્ણનશૈલી, સચોટ નિરૂપણ તેમજ બોડી લેંગ્વેજને આધારે શ્રેષ્ઠ વક્તા તરીકેનો એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
0 Response to "ઉત્તરપ્રદેશના લખનૌમાં યોજાયેલા સંસ્કૃત શાસ્ત્રાર્થમાં ગુરુકુળના સ્વામીએ પ્રથમ ક્રમ મેળવ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો