IPL માં બદલાઈ ગયા DRS અને સુપરઓવરનાં આ નિયમ, BCCI એ કરી મોટી જાહેરાત
IPL માં બદલાઈ ગયા DRS અને સુપરઓવરનાં આ નિયમ, BCCI એ કરી મોટી જાહેરાત
જો કોવિડ 19 ના કારણે કોઈ ટીમ જો પોતાની પ્લેઇંગ ઇલેવન ઉતારવા માટે અસમર્થ હોય તો BCCI એ મેચનું ફરીથી આયોજન કરશે. જો કોરોના સંક્રમણના કારને મેચ ફરીથી યોજાય શકે નહીં તો ટેકનિકલ કમિટી પાસે આ નિર્ણય જશે.
ટેકનિકલ સમિતિનો નિર્ણય અંતિમ
BCCI પોતાના શેડ્યૂલ અનુસાર ફરીથી મેચ યોજશે. જો એવું નહીં થઈ શકે તો ટેકનિકલ કમિટી નિર્ણય લેશે. IPL ની ટેકનીકલ કમિટી જે નિર્ણય લે તે જ અંતિમ માનવામાં આવશે.
હવે મળશે બે DRS
પ્લેઇંગ કન્ડિશન્સમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાયર DRS ને લઈને કરવામાં આવ્યો છે. રેફરલ DRS ની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જે વધારીને હવે બે કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ બીસીસીઆઈએ મેરિલબોન ક્રિકેટ ક્લબ દ્વારા કરવામાં આવેલ સૂચનનું સમર્થન કરતાં આ નિર્ણય લીધો છે .
સુપર ઓવરને લઈને આ ફેરફાર
BCCI દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લે ઓફ કે ફાઇનલમાં સુપર ઓવર દ્વારા ટાઈ રોકવી તો શક્ય નથી. પણ જો એવું થશે તો લીગમાં સૌથી ટોચનું સ્થાન મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.
કેચ આઉટ થવા પર નવો બેટ્સમેન ક્રિઝ પર
હવે IPL માં કેચ આઉટ થવા પર પિચ પરના બંને બેટ્સમેનોએ એકબીજાને ક્રોસ કરી લીધા હોય તો પણ નવો ખેલાડી જ સ્ટ્રાઈક પર આવશે એવો નિર્ણય BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ ઓવરનો આખરી બોલ હોય તો નવો બેટ્સમેન જ સ્ટ્રાઈક પર આવે એવો નિયમ લાગુ નહીં પડે.
0 Response to "IPL માં બદલાઈ ગયા DRS અને સુપરઓવરનાં આ નિયમ, BCCI એ કરી મોટી જાહેરાત"
ટિપ્પણી પોસ્ટ કરો