સાંજે ન કરો આ પાંચ કામ, નહિ તો ધનની દેવી લક્ષ્મી રિસાઈ જશે
શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે ધન, સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન. શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય દિવસના સમયે ન ઉંઘવું જોઈએ. દિવસમાં ઉંઘવાથી લક્ષ્મી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ થઈ જાય છે.
રાતના સમયે વાળ ન કાપવા જોઈએ. જે લોકો દિવસમાં સમય ન મળતા રાતે કે સાંજે વાળ કાપે છે જે શાસ્ત્રાનુસાર યોગ્ય નથી
રાત્રે જો તેલ કે સુગંધિત વસ્તુઓ લગાવીને ઉંઘવાની ટેવ હોય તો એ પણ શાસ્ત્રાનુસાર યોગ્ય નથી . રાત્રે તેલ કે સુગંધિત પદાર્થ લગાવીને ઉંઘવાથી નકારાત્મક ઉર્જાની અસર વધે છે. આથી મન વિચલિત થાય છે અને ઘણી પ્રકારના મનોવિકાર ઉત્પન્ન થાય છે. આથી જો તમને તેલ કે સુગંધિત વસ્તુઓનો પ્રયોગ કરવો હોય તો સાંજ પહેલાં જ એનો પ્રયોગ કરી લો. મહિલાઓ માટે એવું પણ કહેવાય છે કે રાત્રે વાળ ખોલીને નહી ઉંઘવું જોઈએ
ધનનું લેવડ-દેવડ હમેશા સૂર્યાસ્ત પહેલાં કરી લેવુ જોઈએ. સાંજ પછી ધનનું લેવડ-દેવડ કરવું શુભ નથી ગણાતુ.





0 Response to "સાંજે ન કરો આ પાંચ કામ, નહિ તો ધનની દેવી લક્ષ્મી રિસાઈ જશે"
ટિપ્પણી પોસ્ટ કરો