-->
અમદાવાદની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો રસ્તા પર ઉતર્યા, OPD બંધ હોવાથી દર્દીઓ બેહાલ

અમદાવાદની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો રસ્તા પર ઉતર્યા, OPD બંધ હોવાથી દર્દીઓ બેહાલ

 


અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA) સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ ફોર્મ ‘સી’ રજિસ્ટ્રેશનના રિન્યુઅલના તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી હતી. આશ્રમ રોડ પર વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો. આ વિરોધપ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના 100થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયો હતો. વિરોધ બાદ તેમણે રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ આપ્યો હતો. ડોકટરોએ આજે વિરોધને પગલે સવારે 9થી 11 સુધીની OPD બંધ રાખી છે. જોકે સાંજની OPD રાબેતા મુજબ જ ચાલુ છે.


OPD બંધ હોવાથી દર્દીઓને તકલીફો
AHNAના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર હોસ્પિટલના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે બીયુ પરમિશનની માગણી કરવામાં આવી છે. શહેરમાં 50 ટકા બિલ્ડિંગો BU પરમિશન વગરનાં છે. સી ફોર્મના કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવે. સી ફોર્મના નવા નિયમોને કારણે 500 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ સી ફોર્મના નિયમોમાં ફેરફાર લાવવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધપ્રદર્શન કર્યું છે અને આજે સવારે OPD બંધ હોવાને કારણે દર્દીઓને પડતી તકલીફ માટે અમે માફી માગીએ છીએ.


હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સને બીયુ લેવામાં મુશ્કેલી
બીયુ માટેના કાયદાઓ સ્થળ પરની પરિસ્થિતિને સુસંગત ના હોવાથી મોટા ભાગની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સને બીયુ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાંક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અન્ય લોકો તૈયાર ન હોવાથી પણ બીયુ પરમિશન લેવી અઘરી પડી રહી છે. દર્દી તેમજ સામાન્ય લોકો માટે આગ સામેની સલામતી માટે જરૂરી સિસ્ટમ તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સમાં ઉપલબ્ધ છે. ફાયર એનઓસી મેળવવામાં આવી છે. આ બાબત અંગે કોઈ જાતની બાંધછોડ ન કરવા અમે પ્રતિબદ્ધ છીએ, એવું AHNA સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું.

AHNAની માગણીઓ

  • હાલ જે સંસ્થાને ફોર્મ“સી” આપેલું છે એની મુદતમાં એક વર્ષનો વધારો કરવો.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બિલ્ડિંગમાં બીયુ ન હોય ત્યાં જે-તે સમયે અસ્તિત્વમાં હોય એ કાયદા પ્રમાણે, નાના-મોટા સ્ટ્રક્યર બદલાવ કરી સક્રિય ભૂમિકા ભજવી, બીયુ અપાવવામાં મદદ કરવી.

0 Response to "અમદાવાદની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો રસ્તા પર ઉતર્યા, OPD બંધ હોવાથી દર્દીઓ બેહાલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel