3 શિક્ષકને નિવૃત્તિના લાભો ન ચૂકવવાનો મામલો, કોર્ટે કહ્યું-શિક્ષણાધિકારીને ઘરે બેસાડો,
3 શિક્ષકને નિવૃત્તિના લાભો ન ચૂકવવાનો મામલો, કોર્ટે કહ્યું-શિક્ષણાધિકારીને ઘરે બેસાડો, જે કરવું હોય તે કરો પણ કાર્યવાહી કરો
પેન્શનરોને પેન્શન માટે ઠેર ઠેર ધક્કા ખાવા પડતા હોવાની સતત ફરિયાદો ઉઠતી રહે છે. જેને પગલે ઘણીવાર કોર્ટનું શરણું લેવાની પણ નોબત આવે છે. ગુજરાત હાઇકોર્ટે પેન્શન મામલે જ એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. 80 વર્ષથી ઉપરના નિવૃત્ત શિક્ષકોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવા બાબતે ગુજરાત હાઇકોર્ટે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ બાબતની ગંભીરતાથી નોંધ લેતા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પગલાં લઇ ઘરે બેસાડી દેવા માટે પણ ટકોર કરી છે.
મહેસાણા જિલ્લાના 3 શિક્ષકોને નિવૃત્તિના લાભ આપવામાં વિલંબ મામલે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને અશુતોષ શાસ્ત્રની ખંડપીઠે જવાબદાર અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'જે કરવું હોય તે કરો તેમને સસ્પેન્ડ કરો કે ઘરે બેસાડો કે ફરજીયાત રીટાયર્ડ કરો, પરંતુ તેમની સામે કાર્યવાહી કરો. આવતીકાલ સુધીમાં બાકી નીકળતી રકમના ચેક અપાઈ જવા જોઈએ'. સાથે સાથે શિક્ષણાધિકારીને પણ સવાલ કર્યો છે ફાઇનાન્સ વિભાગમાં તેમની બાકી રહેલી રકમ અંગે પ્રક્રિયા કેમ ન કરી, શું તેના પર સ્ટે ઓર્ડર હતો?
શિક્ષણાધિકારીના વકીલની દલીલને કોર્ટે વિચિત્ર ગણાવી
સુનાવણી દરમિયાન કોર્ટે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વકીલને પૂછ્યું કે, 'તમે સરકારનો હિસ્સો નથી? જેના જવાબમાં વકીલે કહ્યું કે, 'તેઓ રાજ્ય સરકારના સબ ઓર્ડિનેટ છે'. જેને લઈ કોર્ટે ખફા થઈને આ દલીલને વિચિત્ર ગણાવી હતી.
0 Response to "3 શિક્ષકને નિવૃત્તિના લાભો ન ચૂકવવાનો મામલો, કોર્ટે કહ્યું-શિક્ષણાધિકારીને ઘરે બેસાડો,"
ટિપ્પણી પોસ્ટ કરો