સતત બે દિવસ WHOના વડાએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી,
સતત બે દિવસ WHOના વડાએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી, મોરેશિયસના PMએ કહ્યું, ગુજરાતી ભોજન માણીને મજા આવી
આજે પણ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસનો ગુજરાતી પ્રેમ જોવા મળ્યો હતો. મહાત્મા મંદિર ખાતે યોજાયેલાં વૈશ્વિક નવીનતા સમિટ 2022ના ઉદ્ધાટન પ્રસંગે ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની ભૂમિમાં આવીને ખુશી થઈ છે’’. ટ્રેડોસના આ શબ્દો સાંભળી ત્યાં હાજર લોકોએ તેમનું તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું હતું. એટલું જ નહીં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ પોતાના સંબોધનમાં અંતમાં ગુજરાતીમાં બોલ્યા હતા. મહત્ત્વનું છે કે, ગઈકાલે જામનગર ખાતે પણ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિનના સિલાન્યાસ વખતે પણ ટ્રેડોસે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી.
0 Response to "સતત બે દિવસ WHOના વડાએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી,"
ટિપ્પણી પોસ્ટ કરો