વડોદરાના અકોટા અને કલાલીમાં આવતીકાલે સાંજે પાણી વિતરણ નહીં થાય,
વડોદરાના અકોટા અને કલાલીમાં આવતીકાલે સાંજે પાણી વિતરણ નહીં થાય, 1 લાખ લોકોને હાલાકી
વડોદરા શહેરના અકોટા અને કલાલી વિસ્તારમાં આવતીકાલે સાંજના સમયે પાણી વિતરણ નહીં થાય. તેમજ બીજા દિવસે સવારે પણ ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે. જેથી એક લાખ લોકોને હાલાકીને સામનો કરવો પડશે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર 600 મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી આવતીકાલે ગુરૂવારના રોજ સવારના પાણી વિતરણ બાદ અકોટા ટાંકી તથા કલાલી ટાંકીથી એ દિવસે સાંજે પાણી વિતરણ નહીં કરાય. તેમજ બીજા દિવસે શુક્રવારે સવારે પણ હળવા દબાણે અને ઓછા સમય તથા વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. આમ બ્રિજની કામગીરી માટે પાણીની લાઇનનું શિફ્ટીંગ થતાં અકોટા અને કલાલીના એક લાખ જેટલા લોકોને ભરઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે.
વડોદરામાં છાશવારે જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન
વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.
0 Response to "વડોદરાના અકોટા અને કલાલીમાં આવતીકાલે સાંજે પાણી વિતરણ નહીં થાય, "
ટિપ્પણી પોસ્ટ કરો