ગરમીનો પારો વધતા લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે,
ગરમીનો પારો વધતા લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે, અમદાવાદ સિવિલમાં 24 બેડના 2 હિટ સ્ટ્રોક વોર્ડ તૈયાર
ઉનાળાની સીઝનની શરૂઆત થવાની સાથે જ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ગરમીથી બચવા લોકો ઘણા ખરા પ્રયત્ન કરી રહ્યા છે. છતાંય લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. ત્યારે હિટ સ્ટ્રોકનો ભોગ બનતા લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોક વોર્ડ બનાવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અમદાવાદ 1200 બેડમાં બાળકો માટે 12 બેડનો વોર્ડ બનાવામાં આવ્યો અને સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીમાં પણ 12 બેડની ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલમાં 24 બેડના હિટ સ્ટ્રોક વોર્ડની વ્યવસ્થા
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 24 બેડના હિટ સ્ટ્રોક વોર્ડ બનાવામાં આવ્યા છે, જેને લીધી તમામ લોકોને સારવાર મળી રહે છે. તે માટે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી શહેરીજેનોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ.

0 Response to "ગરમીનો પારો વધતા લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે,"
ટિપ્પણી પોસ્ટ કરો