અમદાવાદમાં GTUમાં નિઃશુલ્ક યોગ કેન્દ્રની પ્રથમ બેચને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો, હવે બીજી બેચની શરૂઆત કરાઈ
અમદાવાદમાં GTUમાં નિઃશુલ્ક યોગ કેન્દ્રની પ્રથમ બેચને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો, હવે બીજી બેચની શરૂઆત કરાઈ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સરકારના યોગમય ગુજરાતના લક્ષ્યમાં સહભાગી થવા તેમજ દરેક જાહેર જનતા અને યુનિવર્સિટીના તમામ વર્ગના કર્મચારીઓનું સ્વાસ્થ યોગ થકી તંદુરસ્ત રહે તે હેતુસર, તાજેતરમાં જીટીયુ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા નિ:શુલ્ક યોગ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે,દરેક જાહેર જનતાને નિ:શુલ્ક યોગ કેન્દ્રનો લાભ લેવા માટે જીટીયુ પરિવાર આવકારે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવતાં જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.ગુજરાત યોગ બોર્ડના અનેક તજજ્ઞો દ્વારા પણ સમયાંતરે આ યોગ કેન્દ્ર ખાતે યોગાભ્યાસુઓને માર્ગદર્શન આપવામાં આવે છે, તથા યોગ બોર્ડની વિવિધ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરાય છે.

0 Response to "અમદાવાદમાં GTUમાં નિઃશુલ્ક યોગ કેન્દ્રની પ્રથમ બેચને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો, હવે બીજી બેચની શરૂઆત કરાઈ"
ટિપ્પણી પોસ્ટ કરો