મોરેશિયસના PMએ કરી ગુજરાતના CM સાથે મુલાકાત, ગિફ્ટ સિટીમાં રોકાણો અંગે કરી ચર્ચા
મોરેશિયસના PMએ કરી ગુજરાતના CM સાથે મુલાકાત, ગિફ્ટ સિટીમાં રોકાણો અંગે કરી ચર્ચા
મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન અવસરે મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મહાત્મા મંદિરમાં રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચીન ઉપચાર પદ્ધતિમાં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો.
રેશિયસ દ્વારા ગિફ્ટ સિટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી વગેરે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
0 Response to "મોરેશિયસના PMએ કરી ગુજરાતના CM સાથે મુલાકાત, ગિફ્ટ સિટીમાં રોકાણો અંગે કરી ચર્ચા"
ટિપ્પણી પોસ્ટ કરો