વડોદરામાં PNGના ભાવમાં પ્રતિ યુનિટ 7 રૂપિયાનો વધારો, ટેક્સ સાથે નવો ભાવ 43.70 પ્રતિ યુનિટ થયો
વડોદરામાં PNGના ભાવમાં પ્રતિ યુનિટ 7 રૂપિયાનો વધારો, ટેક્સ સાથે નવો ભાવ 43.70 પ્રતિ યુનિટ થયો
વડોદરા ગેસ લિમિટેડ દ્વારા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં પ્રતિ યુનિટ 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે ટેક્સ વિનાનો PNGનો ભાવ 38 રૂપિયા પ્રતિ યુનિટ થયો છે. જેથી હવે વડોદરાની ગૃહિણીઓના રસોડાના બજેટમાં વધારો થશે. જેથી ટેક્સ સાથે હવે વડોદારમાં PNGનો ભાવ 43 રૂપિયા 70 પૈસા થયો છે.
વડોદરા શહેરની જનતા પેટ્રોલ, ડીઝલ, CNG અને લીંબુના ભાવ વધારા સામે ઝૂઝૂમી રહી છે ત્યારે હવે પાઇપ દ્વારા અપાતા રાંધણ ગેસ (PNG)ના ભાવમાં વધારો થયો છે. વડોદરા શહેરમાં રાંધણ ગેસ પુરો પાડતી વડોદરા ગેસ લિમીટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ઘરેલું ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા APM (એડમિનિસ્ટ્ર્રેટીવ પ્રાઇઝ મીકેનિઝમ) ગેસના બેઝિક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તદઉપરાંત સરકાર દ્વારા પુરો પાડવામાં આવતા APM ગેસનો પુરવઠો ઓછો મળતો હોઇ બજાર ભાવનો ગેસ મીક્ષ કરી પુરવઠો પુરો પાડતા હોવાથી વડોદરા ગેસ લિમીટેડ દ્વારા PNGના ગેસના દરમાં 7 રૂપિયા ટેક્ષ વગરનો વધારો કરતા ઘરગથ્થુ ગેસ કનેક્શન ઘરાવતા ગ્રાહકોનો જે હાલનો ભાવ 31 રૂપિયા પ્રતિ યુનિટ ટેક્ષ વગર ચુકવતા હતા તેના બદલે નવો ભાવ રૂ. 38 પ્રતિ યુનિટ ટેક્ષ વગર થશે. આ ભાવ વધારો 1 એપ્રિલ 2022થી અમલી માનવામાં આવશે. આમ વડોદરામાં હવે ટેક્સ ઉમેરીને કહીએ તો પ્રતિ યુનિટ PNGનો ભાવ 43 રૂપિયા 70 પૈસા થયો છે.
સામાન્ય રીતે ચાર લોકોના પરિવારમાં એક કુટુંબ દર મહિને 15 યુનિટ જેટલા PNGનો વપરાશ કરતું હોય છે. જેથી હવે વડોદરાના PNGના દરેક ગ્રાહકને મહિને ટેક્સ સહિત 120 રૂપિયાનો વધારાનો બોજ આવશે.
0 Response to "વડોદરામાં PNGના ભાવમાં પ્રતિ યુનિટ 7 રૂપિયાનો વધારો, ટેક્સ સાથે નવો ભાવ 43.70 પ્રતિ યુનિટ થયો"
ટિપ્પણી પોસ્ટ કરો