ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા શિક્ષકોને બઢતી સહિતના લાભો આપવામાં આવશે, ટૂંક સમયમાં ચૂકવાશે 7મા પગારપંચના બાકી હપ્તા: રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો
ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા શિક્ષકોને બઢતી સહિતના લાભો આપવામાં આવશે, ટૂંક સમયમાં ચૂકવાશે 7મા પગારપંચના બાકી હપ્તા: રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો
શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી માધ્યમિક શિક્ષકો ગ્રાન્ટેડ સર્વિસ કરી રહ્યા છે. એમના પ્રશ્નો અંગેની ચર્ચા તેમના યુનિયન સાથે બેસીને કરી છે. નાણાં મત્રી સાથે ચર્ચા કરી હતી. આચાર્ય સંઘ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ સંઘ સાથે બેઠક કરી હતી. આર્થિક પ્રશ્નો સહિત સર્વિસના પ્રશ્નોની ચર્ચા કરી હતી. ફિક્સ પગારમાં નિમણૂક પામેલા બઢતી સહિત અન્ય લાભ આપવામાં આવશે. 39 હજાર કર્મચારીઓ ને લાભ મળશે. તેમની સળંગ નોકરી ગણાશે.
- શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત
- ફિક્સ પગારમાં નોકરી પામેલાને સળંગ ગણવામાં આવશે
- ફિક્સ પગારમાં નિમણૂક પામેલાને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ લાભ મળશે
- નિર્ણયનો લાભ 39 હજાર શિક્ષકોને થશે
- પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અપનાવાશે
- ફિક્સ પગારમાં નિમણૂક પામેલા શિક્ષકોને મળશે લાભ
- પરીક્ષા ન લેવાય ત્યા સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય
- સાતમા પગાર પંચના બાકી રહેલા હપ્તા પણ જલ્દી ચૂકવાશે
- નોન ટિચિંગ સ્ટાફની બઢતી માટેનો પણ કરાયો નિર્ણય
શિક્ષકોના પડતર મુદ્દે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોની જાણકારી શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી હતી. ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા શિક્ષકોની નોકરી હવે સળંગ ગણાશે. એટલે કે ફિક્સ પગારના પાંચ વર્ષને પણ સળંગ નોકરી ગણવામાં આવશે. ફિક્સ પગારમાં નિમણૂક પામેલા બઢતી સહિત અન્ય લાભ આપવામાં આવશે. તેનો ફાયદો 39 હજાર કર્મચારીઓને મળશે. પરીક્ષા ન લેવાય ત્યા સુધી શરતી બઢતી અને ભરતીનો નિર્ણય કરાયો છે. સાથે જ તેમણે જણાવ્યું કે સાતમા પગાર પંચના બાકી રહેલા હપ્તા પણ જલદી ચૂકવાશે.
0 Response to "ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા શિક્ષકોને બઢતી સહિતના લાભો આપવામાં આવશે, ટૂંક સમયમાં ચૂકવાશે 7મા પગારપંચના બાકી હપ્તા: રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો"
ટિપ્પણી પોસ્ટ કરો