આજનો દિવસ, કઈ રાશિઓ વાળાઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન
આજનો દિવસ, કઈ રાશિઓ વાળાઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન
મેષ : આપે બેંકના, વીમા કંપનીના, શેરોની લે-વેચના કામમાં સાવધાની રાખવી પડે. ઉતાવળ ન કરવી. સીઝનલ ધંધામાં મુશ્કેલી જણાય.
વૃષભ : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. આપે મિલન-મુલાકાત કરવાની હોય તો સાનુકૂળતા મળી રહે.
મિથુન : સીઝનલ ધંધામાં આપે હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના કાર્ય અંગે દોડધામ-શ્રમ રહે.
કર્ક : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ- આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પરંતુ વાણીની સંયમતા રાખીને કામ કરવું.
સિંહ : હૃદય-મનની વ્યગ્રતા-બેચેનીનાં લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. માતૃપક્ષે બીમારી – ચિંતાનું આવરણ આવી જાય. ખર્ચ રહે.
કન્યા : આપને દેશ-પરદેશના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. ઉપરી વર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.
તુલા : આપના કામમાં કુટુંબ-પરિવારનો સાથ-સરકાર મળી રહેતા રાહત રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ-લાભ રહે.
વૃશ્ચિક : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતા રાહત-આનંદની લાગણી થાય.
ધન : આપે કોર્ટ-કચેરીના કામમાં ધીરજ અને શાંતિ રાખવા. ઉતાવળ કરવી નહીં. આપના કામમાં રૂકાવટ – ખર્ચ જણાય. દોડધામ રહે.
મકર : આપના કામની કદર-પ્રશંસા થતાં કામ કરવાનો ઉત્સાહ વધે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ-ફાયદો થાય.
કુંભ : આપનો દિવસ મધ્યમ રહે. આપના કાર્યની સાથે સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામ માટે આપે વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય.
મીન : દેશ-પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય.
0 Response to "આજનો દિવસ, કઈ રાશિઓ વાળાઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન"
ટિપ્પણી પોસ્ટ કરો