-->
શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગો વધ્યા,

શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગો વધ્યા,

 

શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગો વધ્યા, 211 સેમ્પલ અનફિટ જાહેર





- શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે તેમજ શહેરમાં એક કોલેરાનો કેસ નોંધાયો છે. બહેરામપુરા વિસ્તારમાં સીમા રો હાઉસમાં કમળાનો કેસ નોંધાયો હતો. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમા 211 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફિટ નોંધાયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
 
એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા બે મહિના કરતા ચાલુ એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઉલટી અને કમળાના કેસો વધુ નોંધાયા છે. ઝાડા ઉલટીના 843, કમળાના 125 અને ટાઇફોઇડના 152 કેસો એપ્રિલ મહિનાના નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે.


ક્લોરિનની ગોળીઓનું વેચાણ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી એપ્રિલ મહિનામાં પાણીના 1177 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 211 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.


0 Response to "શહેરના પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગો વધ્યા,"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel