ઉંદરો 10 તોલા સોનાના રક્ષક બન્યા ખાદ્ય સામગ્રીના પેકેટમાં રૂપિયા 5 લાખનું સોનું બાળકોએ ફેંકી દીધું તો ઉંદરો ઉઠાવી ગટરમાં લઈ ગયા.
ઉંદરો 10 તોલા સોનાના રક્ષક બન્યા ખાદ્ય સામગ્રીના પેકેટમાં રૂપિયા 5 લાખનું સોનું બાળકોએ ફેંકી દીધું તો ઉંદરો ઉઠાવી ગટરમાં લઈ ગયા.
મુંબઈ પોલીસે ગોકુલધામ કૉલોનીની ગટરમાંથી 10 તોલા સોનું મેળવ્યું છે. ભારે આશ્ચર્યની વાત એ છે કે આ સોનું કોઈ ચોર નહીં પણ ઉંદરો ઉઠાવીને લઈ ગયા હતા. એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેના સોનાના ઘરેણાની બેગ ખોવાઈ ગઈ છે. પોલીસે આ વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે ઘરેણાનો થેલો ઉંદરો ગટરમાં લઈ જઈ રહ્યા છે.
બાળકોને ખાવાનું આપવાને બદલે ઘરેણાંનું પેકેટ આપી દીધું
આ ઘટના મુંબઈના દિંડોશી વિસ્તાર નજીક આવેલા ગોકુલધામ કૉલોનીની છે. અહીં રહેતા સુંદરી પ્લાનિબેલ તેની દીકરીના લગ્નમાં લીધેલા નાણાં પરત ચુકવવા માટે ઘરેણા બેંકમાં ગીરવે મુકવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે કેટલાક ભૂખ્યા બાળકોને જોયા. મહિલાએ તેની બેગમાંથી ખાદ્ય-સામગ્રીના પેકેટ બાળકોમાં વહેંચી દીધા અને બેંકમાં જવા નીકળી ગયા.
જ્યારે તેઓ બેંક પહોંચ્યા તો જાણવા મળ્યું કે તેમણે બાળકોને ખાદ્ય-સામગ્રીના પેકેટને બદલે 10 તોલા સોનાનાં ઘરેણાંની બેગ પણ આપી દીધી છે. મહિલા જ્યારે તે જગ્યાએ પહોંચી કે જ્યાં તેણે બાળકોને ખાવાનું આપ્યું હતું. પણ બાળકો ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ સુંદરી પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અંગે વાત કરી હતી. ત્યારબાદ પોલીસે આ વિસ્તારમાં CCTVની તપાસ હાથ ધરી હતી.
ઉંદરો બેગને ગટરમાં લઈ જતા જોવા મળ્યા હતા
સુંદરીએ બાળકોને જે બેગ આપી હતી તે બાળકોએ કચરો સમજી ડસ્ટબિનમાં ફેકી દીધી હતી. ત્યારબાદ કેટલાક ઉંદરો ભોજનની શોધમાં ત્યાં આવ્યા હતા અને ઘરેણાંનો થેલો લઈને ગટરમાં જતા રહ્યા હતા. પોલીસની ટીમે જ્યારે ગટરમાં તપાસ કરી તો આ થેલો ત્યાંથી મળી આવ્યો હતો. પોલીસે મહિલાને તેના ઘરેણા પરત આપી દીધા હતા.


0 Response to "ઉંદરો 10 તોલા સોનાના રક્ષક બન્યા ખાદ્ય સામગ્રીના પેકેટમાં રૂપિયા 5 લાખનું સોનું બાળકોએ ફેંકી દીધું તો ઉંદરો ઉઠાવી ગટરમાં લઈ ગયા."
ટિપ્પણી પોસ્ટ કરો