-->
અગ્નિપથ સામે વિરોધ પટના સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 6 ટ્રેન સળગાવાઈ; ડેપ્યુટી CM- ભાજપ પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો

અગ્નિપથ સામે વિરોધ પટના સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 6 ટ્રેન સળગાવાઈ; ડેપ્યુટી CM- ભાજપ પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો

 

અગ્નિપથ સામે વિરોધપટના સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 6 ટ્રેન સળગાવાઈ; ડેપ્યુટી CM- ભાજપ પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો










કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ ચાલી રહ્યો છે. પટના સહિત 22 જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં બે પેસેન્જર ટ્રેન, લખીસરાઈમાં બે, આરા અને સુપૌલમાં એક-એક ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે, બક્સર અને નાલંદા સહિત અનેક જિલ્લાઓમાં રેલવે ટ્રેક પર આગચંપી કરવામાં આવી છે. આગચંપી બાદ આરામાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો. બેતિયામાં ડેપ્યુટી સીએમ રેણુ દેવીના સરકારી આવાસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.


બિહારમાં 13 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 2 ટ્રેન સળગાવાઈ, અનેક રસ્તા ચક્કાજામ કરાયા​​​​​​​

​​​​​​​કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ જારી રહ્યો છે. 13 જિલ્લામાં ઉગ્ર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુર અને લખીસરાયમાં પેસેન્જર ટ્રેનને આગ ચાંપી હતી. જ્યારે બક્સર અને નાલંદામાં રેલવેટ્રેક પર આગ ચાંપવામાં આવી છે. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.​​​​​​​




રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વૈશાલીના હાજીપુર રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. સમસ્તીપુરમાં પ્રદર્શનકારીએ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ચાંપી હતી. આગ લાગવાની ઘટનામાં ટ્રેનના બે કોચ નષ્ટ થઈ ગઈ હતા. હાજીપુર-બરૌની રેલવેલાઇનના મોહિઉદ્દીનનગર સ્ટેશન પર પણ આગચંપી થઈ છે. પ્રદર્શનકારીઓ સવારે 6 વાગ્યાથી ટ્રેક પર ઊભા હતા. રેલવેએ દરેક જગ્યાએ ટ્રેનો રોકી દીધી છે. ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.


રાજનાથની અપીલ - યુવાનો ભરતીની તૈયારી કરે

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને હોબાળો ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું- બે વર્ષથી સેનામાં ભરતીની તક મળી નહતી. જેના કારણે ભરતી પ્રક્રિયા અટકી પડી છે. આ વિચારીને સરકારે હાલમાં જ અગ્નિવીરોની ભરતી કરવા માટે વય મર્યાદામાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે યુવાનોને અપીલ કરતા કહ્યું હતુ કે વિરોધ ન કરો અને ભરતીની તૈયારી કરો.


સમસ્તીપુરમાં ટ્રેન સળગાવાઈ, બે કોચ ખાખ

પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં ટ્રેનના બે કોચ સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.


નાલંદામાં રેલવેટ્રેક પર આગ લગાવાઈ, હાઈવે ચક્કાજામ કર્યો

નાલંદામાં પણ પ્રદર્શનકારીઓએ રેલવેટ્રેકને આગ ચાંપી દીધી હતી. આર્મી ભરતી ઉમેદવારોએ રાજગીર-બખ્તિયારપુર રેલવેલાઇનના પાવાપુરી ફાટક પર ટ્રેક જામ કરી દીધો. NH-20 પર ચક્કાજામ કર્યો હતોસ જેને કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.


રોષે ભરાયેલા યુવાનોએ કહ્યું હતું કે માત્ર 4 વર્ષ માટે ભરતી કરવી એ રોજગારના અધિકારનું ઉલ્લંઘન છે. આ દરમિયાન તેમણે ધારાસભ્ય, સાંસદ સામે કટાક્ષ કરતાં કહ્યું હતું કે શું કોઈ ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રીનો પુત્ર સેનામાં ભરતી થયો છે. સેનામાં ગરીબ ખેડૂતનો દીકરો જ જાય છે. સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે. તેને સહન કરવામાં આવશે નહીં. કેન્દ્રની મોદી સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.




UPમાં સવારે 5 વાગે હિંસક દેખાવો શરૂ થયા હતા


બલિયામાં સવારે 5 વાગ્યે અગ્નિપથ યોજનાનો વિરોધ શરૂ થયો હતો. સેંકડો યુવાનોએ સૌપ્રથમ રેલવે સ્ટેશનન પર ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યાર બાદ અનેક વાહનોના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે એક તોફાનીની અટકાયત કરી છે. ગુરુવારે યુપીનાં 11 જિલ્લામાં હિંસક દેખાવો થયા હતા. આગ્રા, અલીગઢમાં યુવાનોએ બસમાં તોડફોડ કરી હતી. બુલંદશહેરમાં યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મેરઠ, દેવરિયા, સીતાપુર તેમજ ઉન્નાવના શુક્લાગંજમાં યુવાનોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.


સરકારે વય મર્યાદા વધારી


કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવાની જાહેરાત કરી છે. જોકે આ છૂટ આ વર્ષ માટે જ લાગુ થશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં કોઈ ભરતી ન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અગ્નિવીર બનવાની વય મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ હતી.

અગ્નિપથ યોજનાને લઈને દેશનાં ઘણાં રાજ્યોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ગુરુવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.


ગઈકાલે બિહારમાં કુલ 5 ટ્રેન સળગાવી દેવામાં આવી હતી

ગુરુવારે 17 જિલ્લામાં યુવાનો રસ્તા અને ટ્રેક પર ઊતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ છપરા, કૈમુર અને ગોપાલગંજમાં 5 ટ્રેનને આગ ચાંપી દીધી હતી. 12 ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી હતી. એકલા છાપરામાં જ 3 ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. મુસાફરો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. છાપરામાં પ્રદર્શનની સૌથી વધું અસર થઈ હતી.

યુવાનો 4 વર્ષ સુધી સંરક્ષણ દળમાં સેવા આપશે

કેન્દ્ર સરકારે 14મી જૂને આર્મી, નેવી અને એરફોર્સની ત્રણ શાખામાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી કરવા માટે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર 4 વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે. પગાર અને પેન્શનનું બજેટ ઘટાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે.


 આ અગ્નિપથ યોજના શું છે?

અગ્નિપથ યોજના એ સશસ્ત્ર દળો માટે દેશવ્યાપી ટૂંકા ગાળાની યુવા ભરતી યોજના છે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. અગ્નિવીરોને રણ, પર્વત, જમીન, સમુદ્ર સહિત વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવશે.


અગ્નિવીરોનો રેન્ક શું હશે?

આ નવી યોજનામાં અધિકારીના રેન્કથી નીચેના સૈનિકોની ભરતી કરવામાં આવશે, એટલે કે તેમનો પર્સનલ બિલો ઓફિસર રેન્ક એટલે કે PBOR તરીકેનો હશે. આ સૈનિકોનો રેન્ક હવે સેનામાં કમિશન્ડ ઓફિસર અને નોન-કમિશન્ડ ઓફિસરની નિમણૂક કરતાં અલગ હશે.


એક વર્ષમાં કેટલી વખત અગ્નિવીરની ભરતી કરવામાં આવશે?

આ યોજના હેઠળ વર્ષમાં બે વખત રેલી દ્વારા ભરતી કરવામાં આવશે.


આ વર્ષે કેટલા સૈનિકોની ભરતી થશે?

આ વર્ષે 46 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે, પરંતુ આ સમયગાળા દરમિયાન સેનાના ત્રણેય પાંખમાં આ સ્તરની સેનાની ભરતી થશે નહીં.


અગ્નિવીર બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે?

અગ્નિવીર બનવા માટે તેની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.


અગ્નિવીર બનવા માટે કેટલું શિક્ષણ જરૂરી છે?

અગ્નિવીર બનવા માટે ઓછામાં ઓછું 10મું પાસ હોવું જરૂરી છે.




0 Response to "અગ્નિપથ સામે વિરોધ પટના સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન, 6 ટ્રેન સળગાવાઈ; ડેપ્યુટી CM- ભાજપ પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel