ડ્રાઇવરનું અપહરણ પગાર માગનારા ડ્રાઇવરનું નર્મદા જિલ્લાના આમલેથા પાસેથી ટ્રક માલિકે અપહરણ કર્યું
ડ્રાઇવરનું અપહરણ પગાર માગનારા ડ્રાઇવરનું નર્મદા જિલ્લાના આમલેથા પાસેથી ટ્રક માલિકે અપહરણ કર્યું
નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સુરતના પલસાણા નજીક રહેતાં મુળ જલગાંવના રહેવાસી બબન મગનગોર બંજારા શ્રીહાંસ એન્ટરપ્રાઇઝમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવે છે.
કંપનીના મુખ્ય માલિક સુરતની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતાં વિજય વલ્લભ નાગેશ્રી છે. કંપનીના માલિકે છેલ્લા ચાર મહિનાથી બબન બંજારને પગાર આપ્યો ન હતો. તારીખ 13મીના રોજ બબન બોડેલીથી ટ્રકમાં રેતી ભરી લાવ્યો હતો અને ટ્રકને ખામર પાસે સ્વાગત હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરી દીધી હતી. તેણે બાકી પગાર માટે માલિક વિજય વલ્લભને ફોન કર્યો હતો. બીજા દિવસે વિજય વલ્લભ નાગેશ્રી અને તેના ત્રણ સાગરિતો નવનીત, લાલાભાઇ અને સંજયભાઇ સાથે સુરતથી સફેદ રંગની કાર લઇને ખામર આવ્યાં હતાં.
ચારે લોકો બબબ બંજાર સાથે મારામારી કરવા લાગ્યાં હતાં અને એક વ્યકતિએ બબનને પીઠના ભાગે મોટો પથ્થર મારી દીધો હતો. બબન બંજારાને કારની ડીકીમાં નાંખી ડીકી બંધ કરી ચારેય કાર હંકારી મુકી હતી. તેઓ બબન બંજારાને સુરત લઇ ગયાં હતાં અને હવે પછી પગાર માંગ્યો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી મુકયો હતો. ડ્રાયવર બબન બંજારાએ વિજય વલ્લભ તથા અન્ય ત્રણ આરોપીઓ વિરૂધ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઈ એલ.જી.વળવી અને તેમની ટીમે આ ચારેય ની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લામાં રેતીની સેંકડો લીઝ આવેલી છે અને તેમાંથી રોજની હજારો ટ્રકો ભરી રેતીનું વહન કરવામાં આવે છે. સુરતના ટ્રક માલિકે પગાર માંગનારા ડ્રાઇવરનું અપહરણ કરી તેને માર મારતાં ડ્રાઇવર એસોસિએશને હડતાળની ચીમકી આપી છે. જો ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જશે તો રેતીની હેરાફેરી અટકી જશે.



0 Response to "ડ્રાઇવરનું અપહરણ પગાર માગનારા ડ્રાઇવરનું નર્મદા જિલ્લાના આમલેથા પાસેથી ટ્રક માલિકે અપહરણ કર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો