-->
યુવતી ન્યુઝીલેન્ડમાં છે, તો હાઇકોર્ટમાં હેબિયસ કેવી રીતે શક્ય બને, હકીકત જાણી અરજી ફાઇલ કરવી જોઈએ'

યુવતી ન્યુઝીલેન્ડમાં છે, તો હાઇકોર્ટમાં હેબિયસ કેવી રીતે શક્ય બને, હકીકત જાણી અરજી ફાઇલ કરવી જોઈએ'


યુવતી ન્યુઝીલેન્ડમાં છે, તો હાઇકોર્ટમાં હેબિયસ કેવી રીતે શક્ય બને, હકીકત જાણી અરજી ફાઇલ કરવી જોઈએ'- હાઇકોર્ટ




ગુજરાત હાઇકોર્ટ ફરી એકવાર અરજદારો દ્વારા અયોગ્ય કારણ અથવા તો સુવ્યવસ્થિત રીતે તર્કબદ્ધ સાથેની હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવતા અણગમો વ્યક્ત કર્યો છે. જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ રાજેન્દ્ર સરીનની ખંડપીઠ સમક્ષ આવેલી એક હેબિયસની અરજી બાબતે ટકોર કરવી પડી કે 'ઘટનાની હકીકત જાણી, તર્ક હોય તો હેબિયસ કરવી જોઈએ. આજકાલ સીધુ કોર્ટમાં આવીને હેબિયસ દાખલ કરવામાં આવી રહી છે' ન્યુઝીલેન્ડમાં એક યુવતી હોવાથી તેના પિતા દ્વારા કરાયેલી અરજીમાં આ ટકોર કરી છે.


અરજીના દુરૂપયોગને લઈ અણગમો વ્યક્ત કર્યો

ગુજરાત હાઇકોર્ટે ફરીએકવાર હેબિયસ કોર્પસ અરજીના દુરૂપયોગને લઈ અણગમો વ્યક્ત કર્યો. હાઇકોર્ટે સમક્ષ એક અરજદાર પિતા દ્વારા હેબિયસ દાખલ કરવામાં આવી, જેમાં કોર્પસ ન્યુઝીલેન્ડમાં છે. અરજીમાં રજૂઆત કરાઈ કે તે લાપતા છે. જેને લઈ કોર્ટે અરજદારને સવાલ કર્યો કે, કોર્પસ વિદેશમાં હોય તો હાઇકોર્ટેના પરિવ્યુમાં કેવી રીતે આવી શકે! જો કોર્પસ લાપતા હોય તો સુપ્રીમના નિર્દેશ પ્રમાણે હેબિયસ કેવી રીતે શક્ય બને, વળી તેના અહીં દેશમાં જ ગુમ થવાની વાત જ નથી'. ઘટનાની હકીકત જાણી, તર્ક હોય તો હેબિયસ કરવી જોઈએ. આજકાલ સીધુ કોર્ટમાં આવીને હેબિયસ દાખલ કરવામાં આવી રહી છે'


અરજદારે અરજી પરત લીધી

આ બાબતે કોર્ટે ટકોર કરી કે હેબિયસ અરજીમાં અરજદારના વકીલો તરફથી હકીકત, તથ્યો જાણ્યા બાદ તર્કબદ્ધ અને વ્યવસ્થિત રીતે હેબિયસ કરવી જોઈએ. જોકે કોર્ટની ટકોર બાદ અરજદાર દ્વારા અરજી પરત લઇ લેવામાં આવી છે.


કોર્ટ અને સરકારી મશીનરીનો દૂરુપયોગ

થોડા દિવસો અગાઉ હાઇકોર્ટની ખંડપીઠ દ્વારા ટકોર કરાઈ હતી કે, કેટલાક કિસ્સામાં દીકરી પુખ્ત વયની હોવા છતાં, પણ માતા-પિતા દ્વારા કોર્ટ અને સરકારી મશીનરીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે.


હેબિયસ કોર્પસ શું છે?

સામાન્ય રીતે જે કિસ્સામાં જે વ્યક્તિ કોઈ અન્યના ગેરકાયદેસર કબ્જામાં હોય તેને પરત મેળવવા માટે કરવામાં આવે છે. જેમાં કોર્ટ જે-તે ઘટનાના તથ્યો અને હકીકતોને ધ્યાને લઈને અન્યના કબ્જામાં રહેલ વ્યક્તિને પ્રત્યક્ષ હાજર રાખવા માટે નિર્દેશ આપે છે.


0 Response to "યુવતી ન્યુઝીલેન્ડમાં છે, તો હાઇકોર્ટમાં હેબિયસ કેવી રીતે શક્ય બને, હકીકત જાણી અરજી ફાઇલ કરવી જોઈએ'"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel