-->
એલિસબ્રિજમાં ગુરૂવારે SMCએ રેડ કરી ત્યાં શુક્રવારે PCBએ દારૂ ઝડપ્યો, 48 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

એલિસબ્રિજમાં ગુરૂવારે SMCએ રેડ કરી ત્યાં શુક્રવારે PCBએ દારૂ ઝડપ્યો, 48 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

 

એલિસબ્રિજમાં ગુરૂવારે SMCએ રેડ કરી ત્યાં શુક્રવારે PCBએ દારૂ ઝડપ્યો, 48 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ




અમદાવાદના એલિસબ્રિજ જેવા પોશ વિસ્તારમાં દારૂનું ધમધમાટ વેચાણ ચાલતું હતું. એક દિવસ આગાઉ એલિસબ્રિજના આંબેડકર નગરમાં ગાંધીનગરની વિજિલન્સની ટીમે રેડ કરી ત્યારે આજે ફરી અમદાવાદ પોલીસ કમિશનરની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ એજ વિસ્તારમાં રેડ કરીને દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સની હેરફેરની સિલસિલો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે, પહેલા ડ્રગના રવાડે ચડેલા લોકો એક દોસ્ત માટે ડ્રગ્સ ડીલ કરવા પણ તૈયાર થઈ જાય છે, અવાજ બે લોકોને એસ.ઓ.જીએ ઝડપી લીધા છે, જેમની પાસેથી ચાર લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો કબ્જે કરે છે. આ સમગ્ર પ્રકરણમાં અનેક લોકો સંડોવાયેલા હોવાની આશંકાના આધારે એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વિજિલન્સ ટીમે રેડ કરી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી
પોલીસ દ્વારા લોકો સુરક્ષા અને સલામતીની અપેક્ષા રાખે છે પણ ખરેખર આનાથી વિપરીત કોઈ પોલીસ અધિકારીના વિસ્તારમાં દારૂની હેરાફેરી ચાલતી હોય અને ત્યાં રેડ થાય તેમ છતાં આ પોલીસ અધિકારી એલર્ટ થવાને બદલે તે બાબતને નજર અંદાજ કરે તેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ રાજપૂતના વિસ્તારમાં આવેલી આંબેડકર કોલોનીમાં ગુરુવારે ગાંધીનગરની વિજિલન્સ ટીમે રેડ કરીને 105 બોટલ દારૂ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં બે આરોપી સાથે કુલ 55 હજારનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યા હતાં. વિજિલન્સને બાતમી હતી કે, આંબેડકર કોલોનીમાં 55 પેટી દારૂ ઉતર્યો છે. રેડમાં બીજો જથ્થો મળ્યો ન હતો.

પીસીબીએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપ્યો
આ રેડ પછી એક આધિકારીએ એલિસબ્રિજ પીઆઇને એલર્ટ કર્યા હતા અને તપાસ કરવા કહ્યું હતું. પણ પીઆઇ આ વાતને નજરઅંદાજ કરી દીધી હતી.અને કંઈ નહીં થાય તેમ સમજ્યા હશે.પણ આજે આ જ આંબેડકર કોલોનીમાં દારૂનો જથ્થો પીસીબીએ રેડ કરી છે. જેમણે આ જગ્યાએથી દારૂ અને બિયરનો 117 નંગ ઝડપી લીધા છે.ઉપરા ઉપરી એટલે કે ગુરુવારે વિજિલન્સ અને શુક્રવારે પીસીબીએ આંબેડકર કોલોનીમાં રેડ કરી દારૂ પણ પકડ્યો જેથી ઉચ્ચ અધિકારીઓને શરમમાં મુકવાની સ્થિતિ સર્જાઈ છે.



ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની નારોલ પાસેથી ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર , SOG ક્રાઈમે MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 48 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની નારોલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસી બંને રાજસ્થાન ઝાલોરના રહેવાસી હોવાની વિગત સામે આવી રહી છે. ડ્રગ્સ કેરિયર તરીકે MDનો જથ્થો અમદાવાદમાં આપવા આવ્યા હતા. જોકે આ અંગેની હકીકત SOG ક્રાઇમની ટીમે મળતા નારોલ વિસ્તાર માંથી બંને યુવકોને ઝડપી લીધા હતા.

પકડાયેલા બંને શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું કે, મુકેશ રાજપૂત અગાઉ અમદાવાદ અને વડોદરામાં ડ્રાઇવર તરીકે નોકરી કરી ચુક્યો હતો, જેને પગલે અમદાવાદના રોડ રસ્તાથી વાકેફ હતો. જ્યારે આ ડ્રગ્સ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં સરસપુર વિસ્તારમાં જાહિર નામના વ્યક્તિને આપવાનું કામ પૂરું કરવા બંનેને એક ટ્રીપના 5000 રૂપિયા મળવાના હતા. પરંતુ તે પહેલાં જ SOG ક્રાઇમની ટીમે આ બન્ને શખ્સોને ઝડપી લીધા હતી. પોલીસ પૂછપરછમાં એવું પણ ખુલાસો થયો છે કે 48 ગ્રામ MD ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકીએ તો 4 લાખ 80 હજારથી વધુ થાય છે.

SOG ક્રાઈમે આરોપી મુકેશ રાજપૂત અને મહેન્દ્ર દેવાસીની પૂછપરછ કરતાં ડ્રગ્સ આપનાર ગોવિંદ ભાટી જે રાજસ્થાનનો રહેવાસી છે. તેનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, અમદાવાદના સરસપુર વિસ્તારમાં ડ્રગ્સ મંગાવનાર જાહિર નામનો વ્યક્તિ અગાઉ પણ ડ્રગ્સ મંગાવી ચૂક્યો છે. ત્યારે રાજસ્થાનના વોન્ટેડ અને ડ્રગ્સ સપ્લાયર ગોવિંદ ફરાર છે. ત્યારે વોન્ટેડ ગોવિંદ ભાટી અને જાહિરની ધરપકડ માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.


0 Response to "એલિસબ્રિજમાં ગુરૂવારે SMCએ રેડ કરી ત્યાં શુક્રવારે PCBએ દારૂ ઝડપ્યો, 48 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel