મહાત્મા ગાંધી સ્કૂલે ટ્રસ્ટના નામે કમાણી કરી હોવાના આક્ષેપ સાથે ABVPએ મેયરને આવેદન આપ્યું
મહાત્મા ગાંધી સ્કૂલે ટ્રસ્ટના નામે કમાણી કરી હોવાના આક્ષેપ સાથે ABVPએ મેયરને આવેદન આપ્યું
અમદાવાદના મીઠાખળી પાસે આવેલી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલે ટ્રસ્ટના નામે વધુ ફી ઉઘરાવી કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નો આક્ષેપ છે. ABVP દ્વારા સ્કૂલના સંચાલક સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. ABVPએ આજે સ્કૂલની વિરુદ્ધમાં અમદાવાદમાં મેયરને આવેદન પત્ર પણ આપ્યું હતું.
હેરિટેજ મકાન નહીંવત મૂલ્યે ભાડાપટ્ટે અપાયું છે
ABVPએ મેયરને આવેદન આપીને જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ખાનગી ટ્રસ્ટને શાળા ચલાવવા માટે મીઠાખળી સ્થિત હેરિટેજ મકાન શેઠ મોતીલાલ હીરાભાઈ ભવન નહીંવત મૂલ્યે ભાડાપટ્ટે આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર,મેયર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન આ ખાનગી શાળાના ટ્રસ્ટીમંડળના સભ્ય પણ છે. ખાનગી ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર મહાત્મા ગાંધી ઇન્ટરેશનલ સ્કૂલ ના નામે શાળા ચલાવવામાં આવે છે.
ખાનગી ટ્રસ્ટને સ્કૂલ ચલાવવા શરતો મૂકાઈ છે
AMC ખાનગી ટ્રસ્ટ વચ્ચે થયેલ કરાર મુજબ કોર્પોરેશન દ્વારા નહીંવત મૂલ્યમાં હેરિટેજ મકાન ખાનગી ટ્રસ્ટને સ્કૂલ ચલાવવામાં આપવાના બદલે વિવિધ શરત મૂકવામાં આવેલી છે. આ શરત પ્રમાણે શાળા દ્વારા 20% જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એડમિશન આપવું અને 25 % વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન આપવું ફરજિયાત છે. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક અહેવાલ AMCને આપવો ફરજિયાત છે. મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મંડળ દ્વારા આ શરતો માનવામાં આવતી ન હોય તેવું જણાઈ આવે છે.
હેરિટેજ મકાનમાં શૈક્ષણિક પ્રવૃતિના સ્થાને આર્થિક પ્રવૃત્તિ
મહાત્મા ગાંધીજીના નામે શાળા ખોલી ટ્રસ્ટ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ ચલાવી કરોડોની કમાણી કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા મેળવેલી જમીન પર શૈક્ષણિક પ્રવૃતિના સ્થાને આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેમ દેખાઈ આવે છે. મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ સમાન કર્ણાવતી મહાનગરમાં આ પ્રકારે ગાંધીજીના મૂલ્યોનું સરેઆમ હનન થતું હોય તેમ જણાઈ આવે છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર શિક્ષણ હિત અને સમાજ હિતમાં સમક્ષ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ અંગે માહિતગાર કરે છે અને સાથે સાથે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરે છે.

0 Response to "મહાત્મા ગાંધી સ્કૂલે ટ્રસ્ટના નામે કમાણી કરી હોવાના આક્ષેપ સાથે ABVPએ મેયરને આવેદન આપ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો