-->
સુરતમાં ક્રેનથી ચઢાવાતું એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી પટકાયું ને સાથે બે મજૂરને ખેંચી ગયું, બંનેના મોત

સુરતમાં ક્રેનથી ચઢાવાતું એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી પટકાયું ને સાથે બે મજૂરને ખેંચી ગયું, બંનેના મોત

 

સુરતમાં ક્રેનથી ચઢાવાતું એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી પટકાયું ને સાથે બે મજૂરને ખેંચી ગયું, બંનેના મોત




સુરતમાં કતારગામ GIDCમાં એમ્બ્રોઈડરી મશીન ક્રેન મારફતે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. એમ્બ્રોઈડરી મશીન નીચે પટકાતા તેની સાથે ખેંચાયેલા બે મજૂરોના મોત થયા હતા. ગત રાત્રીના સમયે ત્રીજા માળે ક્રેન મારફતે એમ્બ્રોઈડરી મશીન ચડાવતી વેળા આ અકસ્માત થયો હતો. મશીનની સાથે બે મજૂર પણ નીચે પટકાયા હતા. જેમાં શિવ કરણ પ્રજાપતિ ​​​​​​(ઉ.વ.28)​અને સંદીપ પ્રજાપતિ(ઉ.વ.19)નો સમાવેશ થતો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે, ઘટનાના હચમચાવી નાખતા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ક્રેનનો પટ્ટો તૂટ્યો ને બે ઘડીમાં મશીન આખું નીચે પડ્યું
કતારગામ જીઆઇડીસીમા ટેક્સટાઇલ યુનિટો ધમધમે છે. એમ્બ્રોઈડરી મશીનનો પણ ખુબ મોટા પ્રમાણમાં લાગેલા છે. કતારગામ જીઆઇડીસીના ખાતા નંબર 908 અને 909 ની વચ્ચે જગ્યા ખાલી પડે છે ત્યાં આગળ ક્રેન ત્રીજા માળેથી ધડાકાભેર નીચે પડ્યું હતું. ક્રેનની મદદથી એમ્બ્રોઈડરી મશીન ઉપર ચડાવવા દરમિયાન ક્રેનનો પટ્ટો તૂટી જતા એમ્બ્રોઈડરી મશીન ધડાકાભેર ત્રીજા માળેથી નીચે પડ્યું હતું. દરમિયાન એમ્બ્રોઈડરી મશીન ઉપર બેઠેલો યુવક અને ત્રીજો માળે ઊભેલો યુવક મશીન સાથે નીચે પડતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.




ધડાકાભેર મશીન સાથે મજૂરો નીચે પટકાયા
કતારગામ જીઆઇડીસીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે પહેલા એમ્બ્રોઈડરી મશીન બીજા માળેથી નીચે પડે છે અને તેની સાથે જ મજૂર પણ નીચે પટકાય છે. જે રીતે ધડાકાભેર મશીન સાથે મજૂરો નીચે પટકાય છે તે દ્રશ્યો કમકમાટીભર્યા દેખાઈ રહ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તપાસ બાદ કાર્યવાહી કરાશે
કતારગામ પોલીસ દ્વારા અકસ્માત ગુનો નોંધીને એમ્બ્રોઈડરી યુનિટમાં સંચાલકનું નિવેદન લેવાયા હતા. ઘટનામાં કઈ રીતે બેદરકારી રાખવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે એમ્બ્રોઈડરી મશીન કોઈપણ પ્રકારની સેફ્ટી વગર ચડાવવામાં આવતો હોય તેવું આ દૃશ્ય જોતાં લાગી રહ્યું છે. એમ્બ્રોઈડરી મશીન ચલાવતા બે કામદારોના મોત થવાથી ચકચાર મચી ગઇ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ તો શરુ કરી છે પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ બેદરકારી છે તે તપાસ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

0 Response to "સુરતમાં ક્રેનથી ચઢાવાતું એમ્બ્રોઈડરી મશીન ત્રીજા માળેથી પટકાયું ને સાથે બે મજૂરને ખેંચી ગયું, બંનેના મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel