ક્રિકેટ રસિકોના ચિયર્સથી SCA સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધાર્યો, મેચની સાથે ગ્લેમરસ ગર્લ્સનો અનોખો અંદાજ
ક્રિકેટ રસિકોના ચિયર્સથી SCA સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધાર્યો, મેચની સાથે ગ્લેમરસ ગર્લ્સનો અનોખો અંદાજ
રાજકોટના જામનગર રોડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચા ટી-20 મેચ શરૂ થશે. જોકે સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે પ્રેક્ષકો સાડા ચાર વાગ્યાથી જ ઉમટી પડ્યા છે. પ્રેક્ષકો માથે સાફો અને ગાલે તિરંગો દોરાવી મેચ જોવા આવ્યા છે. એક યુવાને જણાવ્યું હતું કે, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધારીશું. જોકે સ્ટેડિયમમાં વરસાદ પડતા પીચને તાલપત્રીથી ઢાંકવામાં આવી હતી. હાલ વરસાદી ઝાપટું રહી જતા પીચ ખુલ્લી કરવામાં આવી છે અને મેદાન પર રોલર ફેરવવામાં આવ્યું છે.
વાતાવરણ ચોખ્ખુ હોવાથી પ્રેક્ષકોનો ઉત્સાહ બેવડાયો
મેચ જોવા આવેલા રાજકોટના જીજ્ઞેશ તોકિયાએ જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે મેચ જોવા આવ્યો છું, સ્ટેડિયમ અમારા ઘરથી બહુ જ નજીક થાય છે. આ સ્ટેડિયમમાં જેટલા મેચ રમાયા છે તે અમે નિહાળ્યા છે. આજે પણ ભારતની ટીમને સપોર્ટ કરવા આવ્યા છીએ. 2019માં બાંગ્લાદેશ સામે ભારતની ટી-20 મેચ હતી તે જોવા આવ્યા હતા. બે દિવસથી વરસાદ વિઘ્ન બને તેવું લાગતું હતું. પરંતુ હાલ વાતાવરણ ચોખ્ખુ હોવાથી હાશકારો અનુભવીએ છીએ. ભારતની ટીમનો જુસ્સો વધારીશું. પહેલી બેટિંગ કરનાર ટીમનો આજનો સ્કોર હાઈ હશે.
ઓરિસ્સાથી 5 યુવાન 7મીવાર રાજકોટ મેચ જોવા આવ્યા
ઓરિસ્સાથી 5 યુવાન પણ મેચ જોવા ઉમટ્યા છે. યુવાનોના જણાવ્યા પ્રમાણે અમે અગાઉ પણ રાજકોટ 6 વખત મેચ નિહાળવા આવ્યા હતા. આજે 7મીવાર મેચ જોવા આવ્યા છીએ. સ્ટેડિયમના કુલ 4 ગેટ પર પોલીસ દ્વારા પ્રેક્ષકોનું ચેકિંગ કર્યા બાદ જ અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે.
આ વસ્તુઓ અંદર લઇ જવા પર પ્રતિબંધ
1 SP, 5 DYSP, 10 PI, 40 PSI, 232 પોલીસકર્મી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ ટીમને સ્ટેડિયમ બહાર અને અંદર તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2 બગેજ સ્કેનર, 2 ફાયર ફાઇટર , 2 એમ્બ્યુલન્સ અને 30 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


0 Response to "ક્રિકેટ રસિકોના ચિયર્સથી SCA સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધાર્યો, મેચની સાથે ગ્લેમરસ ગર્લ્સનો અનોખો અંદાજ"
ટિપ્પણી પોસ્ટ કરો