-->
આજનું ભવિષ્ય તા.17-6-2022, શુક્રવાર

આજનું ભવિષ્ય તા.17-6-2022, શુક્રવાર

 

આજનું ભવિષ્ય તા.17-6-2022, શુક્રવાર




મેષ : આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતા જતા આપને રાહત જણાય.

મિથુન : આપના કાર્યમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે ધ્યાન રાખવું પડે. વાહન ધીરે ચલાવવું.

કર્ક : આપના કાર્યમાં સાનુકૂળતા સરળતા થતી જાય. આપની દોડધામ ઓછી થાય. જાહેર ક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા અનુભવાય.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહો. સીઝનલ ધંધામાં હરિફવર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના શ્રમમાં વધારો થાય.

કન્યા : આપના કાર્યમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ. આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

તુલા : નોકરી-ધંધા પર જાવ તો ઘરની ચિંતા સતાવે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહ્યા કરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

વૃશ્ચિક : નોકરી ધંધાના અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં આપને સાનુકૂળતા-સરળતા મળી રહે. કામનો ઉકેલ આવતા આનંદ રહે.

ધન : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે.

મકર : આપના કામ અંગે ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. આપના વિલંબ-રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ લાવી શકો.

કુંભ : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મીન : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહે. સંતાનના પ્રશ્નમાં ચિંતા-પરેશાની ઓછી થતી જાય. હર્ષ લાભ રહે.



0 Response to "આજનું ભવિષ્ય તા.17-6-2022, શુક્રવાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel