રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ખર્ચના મામલે આપેલી નવી સત્તાઓ પાછી ખેંચી, જૂની યથાવત
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ખર્ચના મામલે આપેલી નવી સત્તાઓ પાછી ખેંચી, જૂની યથાવત
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાએ અગાઉ અધિકારીઓને ખર્ચના મામલે આપેલી સત્તાઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એજન્ડા પર આ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પરંતુ અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ ભૂપત બોદરે આ દરખાસ્ત રજૂ કરી હતી અને તેનો સ્વીકાર કરાયો હતો.
જૂની વ્યવસ્થા મુજબ ખર્ચની સત્તા રખાઇ
શાખા અધિકારીઓને અગાઉની વ્યવસ્થા મુજબ રૂપિયા 2000ના અને જિલ્લા વિકાસ અધિકારીને રૂપિયા 5,000ના ખર્ચની સત્તા હતી. ભૂતકાળમાં સામાન્ય સભાએ આ મર્યાદા વધારીને શાખા અધિકારીઓને રૂપિયા 50,000 અને જિલ્લા વિકાસ અધિકારીને રૂપિયા એક લાખ સુધીના ખર્ચ માટે સત્તા આપી હતી. આજની સામાન્ય સભામાં આ સત્તા પાછી ખેંચી લેવામાં આવી છે અને જૂની વ્યવસ્થા મુજબ રૂપિયા 2000 અને રૂપિયા 5,000ના ખર્ચની સત્તા રાખવામાં આવી છે.
700 જેટલા પ્રવાસી શિક્ષકો માટે સરકારમાં દરખાસ્ત કરાઇ
રાજકોટ જિલ્લામાં શૈક્ષણિક સુવિધાના મામલે ખાડે ગયેલી હાલત બાબતે પ્રશ્નોત્તરીના પ્રથમ એક કલાકના સમયગાળામાં સભ્યોએ ભારે તડાફડી બોલાવી હતી. વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરીયાના એક સવાલના જવાબમાં શિક્ષણ વિભાગ તરફથી એવું જણાવાયું હતું કે, રાજકોટ જિલ્લામા 366 ઓરડાઓની ઘટ છે અને સેટઅપ મુજબ હોવા જોઈએ તેના કરતા શિક્ષકોની સંખ્યા ઘણી ઓછી હોવાથી 700 જેટલા પ્રવાસી શિક્ષકો માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.
0 Response to "રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ખર્ચના મામલે આપેલી નવી સત્તાઓ પાછી ખેંચી, જૂની યથાવત"
ટિપ્પણી પોસ્ટ કરો