આજનું ભવિષ્ય તા.18-6-2022, શનિવાર
આજનું ભવિષ્ય તા.18-6-2022, શનિવાર
મેષ : જમીન-મકાનના કામમાં સાનુકુળતા રહે. સગાસંબંધી-મિત્રવર્ગમાં કામકાજ અંગે આપને વ્યસ્તતા-દોડધામ રહે. કામ ઉકેલાતા રાહત રહે.
વૃષભ : નોકરી-ધંધામાં કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. આપની ગણત્રી ધારણા પ્રમાણે જ કામ થવાથી હર્ષ લાભ રહે.
મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ જણાય. આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. ખર્ચ થાય.
સિંહ : રાજકીય-સરકારી કામકાજ અંગે આપની દોડધામ-શ્રમમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સરળતા -સાનુકુળતા મળી રહે. વાણીની મીઠાશથી કામના ઉકેલાતાં સરળતા જણાય.
તુલા : માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. કામમાં મન લાગે નહીં. આપના ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં.
વૃશ્ચિક : આપના યશ-પદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ -સહકાર મળી રહે.
ધન : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ-જણાય. જૂના સ્વજન-સ્નેહી-મિત્ર વર્ગની મુલાકાતથી આનંદ જણાય.
મકર : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જોકે કામનો ઉકેલ આવવાથી ધીરે ધીરે આપને રાહત મળી રહે.
કુંભ : નાણાંકીય જવાબદારીવાળા કામમાં, લેવડ-દેવડના કામમાં આપે ધ્યાન રાખવું પડે. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં.
મીન : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ખાણીપીણીના ધંધામાં આવક થાય.
0 Response to "આજનું ભવિષ્ય તા.18-6-2022, શનિવાર"
ટિપ્પણી પોસ્ટ કરો