-->
લિમોદરાની નદીમાં ન્હાવા પડેલા યુવાનનો પગ મગરે પકડી લીધો, ચાર મિત્રોએ લાકડી વડે પ્રતિકાર કર્યો

લિમોદરાની નદીમાં ન્હાવા પડેલા યુવાનનો પગ મગરે પકડી લીધો, ચાર મિત્રોએ લાકડી વડે પ્રતિકાર કર્યો

 

લિમોદરાની નદીમાં ન્હાવા પડેલા યુવાનનો પગ મગરે પકડી લીધો, ચાર મિત્રોએ લાકડી વડે પ્રતિકાર કર્યો





ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે નદીમાં ન્હાવા પડેલા 5 મિત્રો પૈકી એક યુવાનને 8 ફૂટના મગરે પકડી લેતા જીવ સટોસટીનો જંગ જામ્યો હતો. ચાર મિત્રોએ જીવના જોખમે યુવાનને મગરના મુખમાંથી ઉગારી લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.



ચાર મિત્રોએ જીવના જોખમે મગરનો સામનો કરી મિત્રનો જીવ બચાવ્યો
શુક્રવારે બપોરના સમયે ઝઘડિયા તાલુકાના લિમોદરા ગામના કમલેશ ભીખાભાઈ વસાવા તેઓના 4 મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. બપોર સુધી કામ પતાવ્યા બાદ તેઓ ગરમી વધુ હોય નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા.જ્યાં નદીમાં રહેલો મગર પાછળથી કમલેશ ભાઈ ઉપર હુમલો કરી પાણીની અંદર ખેંચી ગયો હતો. મગર પાણીમાં ખેંચી જતાં કમલેશ ભાઈ બૂમો પાડતા તેઓના મિત્રો દોડી આવ્યા હતા. અને કમલેશભાઈને બચાવાના પ્રયત્ન હાથ ધર્યા હતાં. પાણીની અંદર મગરે પોતાના જડબામાં યુવાનનો પગ દબોચી લીધો હોય તેઓ પાણી બહાર આવવામાં અસમર્થ બન્યા હતા. ચાર મિત્રોએ લાકડીની મદદથી મગરનો પ્રતિકાર કર્યો હતો. કમલેશ ભાઈએ પણ હિંમત દાખવી મગરના મુખમાંથી પોતાને છોડાવવાના પ્રયત્નો જારી રાખ્યા હતા.અંતે મગરે યુવાનનો પગ છોડતા જ કમલેશભાઈને બચાવી લેવાયાં હતાં.

કમલેશ ભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મગરના હુમલામાં એક ઈસમ પર હુમલાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

0 Response to "લિમોદરાની નદીમાં ન્હાવા પડેલા યુવાનનો પગ મગરે પકડી લીધો, ચાર મિત્રોએ લાકડી વડે પ્રતિકાર કર્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel