પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-'સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, પણ આસ્થાનું શિખર તો શાશ્વત જ રહે છે'
પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-'સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, પણ આસ્થાનું શિખર તો શાશ્વત જ રહે છે'
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાના દર્શન કરીને PM મોદીએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
PM મોદીનું સંબોધન
- * 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે.
- * આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે
- * ગુપ્ત નવરાત્રી પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે
- * સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે
- * હું મારુ પુણ્ય છે, તે દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહુ તે મે માતાજી પાસે માગ્યું છે
- * પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઇ છે
- * કોઇ લગ્ન થાય તો ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મુકે છે અને માતાજીને આ પત્રિકા સંભળાવવામાં આવે છે
- * ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિ ઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે
- * મંદિરનો વિકાસ થયો છે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
- * ઊંચુ સ્થાનક હોવાથી અહીં સુરક્ષા રાખવાની ખુબ જરૂરીયાત છે, જેથી સૌ-કોઇએ અનુશાસન રાખવાની જરૂર છે
- * હું રોપ વેના માધ્યમથી અહીં આવ્યો છું, રોપ વેથી યાત્રા સુવિધાસભર થઇ છે.
- * પાવાગઢ, સાપુતારા અને અંબાજી રોપ વેથી જોડાઇ રહ્યા છે
- * પંચમહાલમાં પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગારનો અવસર આવશે. કલા- સાંસ્કતિક વિરાસતને નવી ઓળખ મળશે
- * ચાંપાનેર એ જગ્યા છે જ્યાંથી ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઇ હતી, જેનાથી ગુજરાતમાં 24 કલાક વીજળી મળવાની શરૂઆત થઈ હતી
- * હું મહાકાળીના ચરણોમાં ફરી એકવાર નમન કરૂ છું, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવુુ છું. આજે તેમના પૂર્વજોના સપના પૂર્ણ થયા છે.
PM મોદી મંદિરમાં પૂજા અર્ચના કરશે
ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા અર્ચના કરશે. જયારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.
ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે.






0 Response to "પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-'સદીઓ બદલાય છે, યુગો બદલાય છે, પણ આસ્થાનું શિખર તો શાશ્વત જ રહે છે'"
ટિપ્પણી પોસ્ટ કરો