થોડીવારમાં મોદી વડોદરાના લેપ્રસી મેદાનમાં પહોંચશે, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું
થોડીવારમાં મોદી વડોદરાના લેપ્રસી મેદાનમાં પહોંચશે, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું
5 જિલ્લાના લોકો સભા સ્થળે પહોંચ્યા
વડોદરા આજવા રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આજે આયોજિત જનસભામાં હાજરી આપવા વડોદરા શહેર-જિલ્લા સહિત આસપાસના છોટાઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
મોદી ખુલ્લી જીપમાં બેસી 1.25 કિમી ફરી અભિવાદન ઝીલશે
અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજેલેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લાઓમાંથી આવનારા અંદાજીત 5 લાખ લોકોને સંબોધશે. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હત કરશે. જે પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસી 1.25 કિલોમીટરનો ફેરો કરી રોડ શો કરશે અને લોકોનું અભિવાદન ઝીલશે. ડોમમાં બનાવેલા સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે.
એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધીનો એક તરફનો સંપૂર્ણ રોડ બંધ કરી દેવાયો છે
21 હજાર કરોડના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હત થશે
જ્યારે વડાપ્રધાન લેપ્રસી મેદાન ખાતે પહોચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં આઈપીએસ કક્ષાના 20 અધિકારી,ડીવાયએસપી કક્ષાના 35 અધિકારી, પીઆઈ કક્ષાના 100 અધિકારી,પીએસઆઈ કક્ષાના 200 અધિકારી,2 હજાર મહિલા પોલીસ કર્મચારી,અન્ય જિલ્લાના 2 હજાર પોલીસ કર્મચારી,એસઆરપીની 5 કંપની, એનએસજી અને ચેતક કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. લેપ્રેસી મેદાનમાં સભા તરફ જતા લોકો માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે.
- * લેપ્રેસી મેદાનમાં સભા સ્થળ તરફ જતા લોકો માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે
- * સભા સ્થળે પહોંચી પીએમ ખુલ્લી જીપમાં બેસી અભિવાદન ઝીલશે
- * જીપ આગળ એક હજાર મહિલાઓ ભારત માતા કી જયના નારા લગાવશે
- * સભાને પગલે 10 રસ્તા બંધ કરી 12 વૈકલ્પિક રૂટ અપાયા
- * 2 લાખ કાર્યકર્તાઓને ભાજપની ટોપી પહેરવાશે
- * PMના રૂટ પર અને સભા સ્થળે CCTVથી નજર રખાશે. વડાપ્રધાન લેપ્રસી મેદાન ખાતે પહોચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે

0 Response to "થોડીવારમાં મોદી વડોદરાના લેપ્રસી મેદાનમાં પહોંચશે, સભા સ્થળે માનવ મહેરામણ ઉમટ્યું"
ટિપ્પણી પોસ્ટ કરો