સુરત સિવિલ હોસ્પિટલમાં 300 હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરુઆત, યાત્રીઓએ લાઈન લગાવી
સુરત સિવિલ હોસ્પિટલમાં 300 હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરુઆત, યાત્રીઓએ લાઈન લગાવી
ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા સુરતની સિવિલ હોસ્પિટલના કીડની હોસ્પિટલમાં 300 હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરુઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ અહીં હજ યાત્રીઓની લાંબી કતારો જોવા મળી હતી. આ કેમ્પ બે દિવસ સુધી ચાલશે અને 2 દિવસ સુધી ચાલનારા આ કેમ્પમાં સવારે 9થી બપોરના 1 અને બપોરે 2થી 5 વાગ્યા સુધી અહી લોકોને વેક્સિનેશન થશે. આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ લાવવા પણ અપીલ કરવામાં આવી છે.
સુરતથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ધાર્મિક યાત્રાએ જતા હોય છે
સુરત શહેર અને સુરત જિલ્લાના હાજીઓને આજ રોજ વેક્સિન કેમ્પ ની સાથે સાથે બેગ વહેચણી ની કામગીરી પણ ચાલુ છે.સુરતના ટોટલ 300 હાજીયોને ઓરલ પોલિયો ટીપા અને સેસોનલ ઈંફ્લુજા વેકસીન આપવામાં આવશે. જે 2 દિવસ સુધી કેમ્પ ચાલશે. 14 અને 15 તારીખ બે દિવસ સુધી વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ધાર્મિક યાત્રાએ જતા હોય છે. યાત્રા દરમિયાન આ પ્રકારની વેક્સિનેશન કરવું ખૂબ જરૂરી હોય છે. જેમનું હજ જવા માટેનું નક્કી થઈ ગયું છે. એ તમામ યાત્રિકો આજે અને આવતી કાલે બે દિવસ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આવીને વેક્સિન લઈ લેશે.
ભારતમાં માત્ર 80 હજાર લોકોને જ પરમિશન
સુરત હજ કમિટીના સભ્ય સાબીરે જણાવ્યું કે કોરોના સંક્રમણના કારણે આખું વિશ્વ જે પ્રકારે તેના સકંજામાં આવી ગયો હતો તેના કારણે હજયાત્રા પર પણ અંકુશ લાગી ગયો હતો. મુસ્લિમ બિરાદરોની આ ધાર્મિક યાત્રાનો ખૂબ જ મહત્વ છે પરંતુ કોરોના સંક્રમણને કારણે આ યાત્રા બંધ હતી. આખરે વિશ્વભરમાં અને ભારતમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે ત્યારે પરવાનગી મળવાની શરૂ થઇ છે. દર વખતે સમગ્ર દેશમાંથી સવા લાખ કરતા વધુ લોકો હજ યાત્રા જતા હતા પરંતુ આ વખતે માત્ર 80 હજાર લોકોને જ પરમિશન મળી છે.

0 Response to "સુરત સિવિલ હોસ્પિટલમાં 300 હજ યાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પની શરુઆત, યાત્રીઓએ લાઈન લગાવી"
ટિપ્પણી પોસ્ટ કરો