-->
રેલવેના સૌથી વયોવૃદ્ધ કર્મચારીનો 99 વર્ષમાં પ્રવેશ: બ્રિટિશકાળમાં પણ કરી ચુક્યા છે નોકરી, જાણો તેમના વિશે વિગતે

રેલવેના સૌથી વયોવૃદ્ધ કર્મચારીનો 99 વર્ષમાં પ્રવેશ: બ્રિટિશકાળમાં પણ કરી ચુક્યા છે નોકરી, જાણો તેમના વિશે વિગતે

 

રેલવેના સૌથી વયોવૃદ્ધ કર્મચારીનો 99 વર્ષમાં પ્રવેશ: બ્રિટિશકાળમાં પણ કરી ચુક્યા છે નોકરી, જાણો તેમના વિશે વિગતે




વડોદરાના પાદરા ખાતે રહેતા ગટુભાઇ વ્યાસ રવિવારે ૯૮ વર્ષ પૂર્ણ કરીને ૯૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનું દીર્ઘ આયુષ્ય એક ઉદાહરણ તો છે જ સાથે સાથે અંગ્રેજોની રેલવેમાં કામ કરતા હોય એવા ભારતીય રેલના હાલમાં જીવંત હોય એવા સંભવતઃ એક માત્ર વ્યક્તિ છે. તેઓએ સ્વતંત્રતા ચળવળની સભાઓમાં ગાધીજી, નહેરૃ અને સરદાર પટેલને સાંભળ્યા છે તો નરેન્દ્ર મોદીની સભાઓમાં પણ હાજર રહ્યા છે. તેઓએ આઝાદી માટેના આંદોલનો જોયા છે અને આઝાદ ભારતને વિકસતુ પણ જોયુ છે. ૯૯ વર્ષની ઉમરે પણ તેઓ સ્વસ્થ છે. લાકડીના ટેકે હલન ચલન કરે છે. પૂજા પાઠ કરે છે અને સાદુ જીવન જીવે છે.



ગટુભાઇ વ્યાસનો પરિવાર આમ તો રાજકોટનો વતની પરંતુ પિતા નારાયણભાઇ વ્યાસ અંગ્રેજના સમયમાં ‘બોમ્બે બડૌદા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે’ (બીબી એન્ડ સીઆઇ) રેલવેમાં કામ કરતા હતા અને મુંબઇમાં પોસ્ટીંગ હતુ. ગટુભાઇનો જન્મ ૫ જુન ૧૯૨૩ના રોજ મુંબઇ ખાતે મલાડમાં થયો હતો. ૧૯૪૦માં ૧૭ વર્ષની ઉમરે તેઓએ અમદાવાદમાં કોમર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. (ત્યારે એસએસસી પછી કોલેજ થતી હતી) તેઓએ પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો તે સમયે જ ‘બીબી એન્ડ સીઆઇ’ રેલવેમાં સિગ્નલર તરીકે પસંદ થઇ ગયા એટલે અભ્યાસ અધુરો મુકીને તેઓ રેલવેમા જોડાયા. તેમનું પ્રથમ પોસ્ટિંગ પીપલોદ સ્ટેશન પર હતુ. જે બાદ તેઓને પ્રમોશન મળ્યુ અને સહાયક સ્ટેશન માસ્તર તરીકે દાહોદના મંગલ મહુડી સ્ટેશન પર ફરજ પર લાગ્યા હતા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે તેઓ દાહોદ સ્ટેશન પર ફરજ બજાવતા હતા.

ગટુભાઇ કહે છે કે ‘એ દ્રશ્ય અદ્ભૂત હતુ. હજારો લોકો સ્ટેશન પર આવી ગયા હતા. ભારત અમર રહે ના નારા લાગતા હતા. લોકો ઘરેથી મીઠાઇ બનાવીને આવ્યા હતા. અમે ટ્રેનના એન્જિનની પૂજા કરી હતી. આઝાદી બાદ ભારતીય રેલવેનો જન્મ થયો અને ૫ નવેમ્બર ૧૯૫૬ના રોજ વેસ્ટર્ન રેલવે બડૌદા ડિવિઝનની રચના થઇ જે બાદ મને દહેજ ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યુ હતું. એ પછી મે કાવીમાં, ભાયલીમાં અને છેલ્લે પાદરા સ્ટેશન પર સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવી અને ૧૯૮૧માં નિવૃત્ત થયો’

ઉલ્લેખનીય છે કે ગટુભાઇને આમ તો જન્મ દિવસ ઉજવવો ગમતો નથી પણ તેમના પુત્ર પુત્રીઓ પૌત્ર પૌત્રીઓ અને સગા સ્નેહીઓનો આગ્રહ છે એટલે રવિવારે પાદરા ખાતે એક કાર્યક્રમ યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ગટુભાઇને જન્મ દિવસની શુભેચ્છા આપશે.

ગટુભાઇના નિરોગી ૯૯ વર્ષનો રાઝ નથી ડાયાબિટિસ કે બ્લડ પ્રેશર, કોરોના નજીક પણ નથી આવ્યો


સવારે ૫ વાગ્યે ઉઠે છે, બે કલાક ઇશ્વર ભક્તિ કરે છે, ઘરનું શાકાહારી અને સાત્વિક ભોજન જ આરોગે છે

ગટુભાઇના પુત્ર શૈલેષભાઇ વ્યાસ પણ સોમનાથ (સૌરાષ્ટ્ર)માં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ૨૦૧૭માં તેઓ પણ નિવૃત્ત થયા. શૈલેષભાઇ કહે છે કે મારા દાદા નારાયણભાઇની ઉમર પણ ૯૫ વર્ષની હતી. તો મારા પિતા કાલે ૯૯માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓની લાંબી ઉમર પાછળનો રાઝ એ છે કે ‘સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. બે કલાક ઇશ્વર ભક્તિ કરે છે. કોઇ દિવસ તેઓએ હોટલ કે લારીઓનું ભોજન લીધુ નથી. ઘરનું શાકાહારી અને સાત્વિક ભોજન જ આરોગે છે. કોઇ કામ માટે બહાર જવુ હોય તો ચાલીને જ જાય છે.

ગટુભાઇ આજે પણ પોતાનુ મોટાભાગનુ કામ જાતે જ કરે છે. લાકડીના સહારે તેઓ આરામથી હલન ચલન કરે છે. તેમને નથી ડાયાબિટિસ કે નથી બ્લડપ્રેશર, કોરોનાની તેમને કોઇ અસર નથી થઇ. તેઓએ તો પ્લેગની મહામારી પણ જોઇ છે

નોકરીમાં જોડાયા ત્યારે પગાર ૩૩ રૃપિયા હતો, અત્યારે ૪૨ હજાર પેન્શન મળે છે
ગટુભાઇ હસતા હસતા કહે છે કે ‘સરકાર મારા પર કેટલી મહેરબાન છે જુવો… હું નોકરીમાં જોડાયો ત્યારે ૨૮ રૃપિયા બેઝિક અને ૫ રૃપિયા ભથ્થુ મળીને કુલ ૩૩ રૃપિયાનો પગાર હતો. અત્યારે ૪૨ હજાર રૃપિયા પેન્શન મળે છે…. ૪૧ વર્ષથી તો હું પેન્શન ઉપર છુ.



૯૯ વર્ષની ઉમરે પણ ગટુભાઇ જાતે રસોઇ બનાવે છે
ગટુભાઇનો પરિવાર કહે છે કે ‘તેમને રસોઇ બનાવવાનો ભારે શોખ છે. તેમણે બનાવેલા રસાવાળા શાક અને ખીચડી ખાવા અમારા સગા સંબંધીઓ અને મિત્રો ખાસ અમારા ઘરે આવે છે. રવિવારે તેમનો ૯૯મો જન્મ દિવસ છે. તે નિમિત્તે આજે તેઓએ ઘરમાં રસોઇ બનાવીને બધાને જમાડયા હતા.






0 Response to "રેલવેના સૌથી વયોવૃદ્ધ કર્મચારીનો 99 વર્ષમાં પ્રવેશ: બ્રિટિશકાળમાં પણ કરી ચુક્યા છે નોકરી, જાણો તેમના વિશે વિગતે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel