સુરતમાં લગ્નની લાલચ આપીને સગો બનેવી જ સગીર વયની સાળીને ઉઠાવી ગયો
સુરતમાં લગ્નની લાલચ આપીને સગો બનેવી જ સગીર વયની સાળીને ઉઠાવી ગયો
હસી મજાક વચ્ચે પણ સાળી અને જીજાજીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. જો કે આ સંબંધને લાંછન લાગે તેવી ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે. ડીંડોલીમાં લગ્નની લાલચે સગીર સાળીને અલથાણ ખાતે રહેતો બનેવી ભગાડી ગયો હતો. જેથી પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોધાવી છે.
આડાસંબંધ પણ હતા
અલથાણ ખાતે આવેલા ઈન્દિરાનગર ગલી નંબર એકમાં રહેતા શૈલેષ શેષરાવ અવસરમોલ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સસરાએ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, શૈલેષ સાથે ફરિયાદીની મોટી દીકરીના લગ્ન થયાં હતાં. જો કે શૈલેષના તેણીની પત્નીની નાની બહેન સાથે આડા સંબંધ હતાં.
મોબાઈલ બંધ કરી દીધા
ગત તારીખ 11 જૂનના રોજ બપોરે ફરિયાદીની નાની પુત્રી ગૂમ થઈ ગઈ હતી. મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હતો. દરમિયાન શૈલેષ અને ગૂમ થયેલી સગીરા વચ્ચેના સંબંધઓ અંગે પરિવારને જાણ થઈ ગઈ હતી. શૈલેષ સગી સાળીને લગ્નની લાલચ આપીને લઈને ભાગી ગયો છે તે અંગે માલૂમ પડ્યું હતું. જેથી આ અંગે શૈલેષ સામે પરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
0 Response to "સુરતમાં લગ્નની લાલચ આપીને સગો બનેવી જ સગીર વયની સાળીને ઉઠાવી ગયો"
ટિપ્પણી પોસ્ટ કરો