વિધાનસભાની ચૂંટણી પહેલા બાવળિયા અને ફતેપરા એક થયા, જસદણ બેઠક પર કોળી સમાજની ટિકિટ મેળવવા બેઠક યોજી
વિધાનસભાની ચૂંટણી પહેલા બાવળિયા અને ફતેપરા એક થયા, જસદણ બેઠક પર કોળી સમાજની ટિકિટ મેળવવા બેઠક યોજી
કોળી સમાજ પ્રભુત્વ ધરાવે છે ત્યાં ટિકિટની માગણી કરાશે
આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં સમાજને ગુજરાત સરકારમાં નેતૃત્વ મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ મળે તેવી માગણી કરવામાં આવશે તેવો સૂર ઉઠ્યો હતો.
કુંવરજીભાઈને નો એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે, આજથી 2 મહિના પહેલા ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોળી સમાજનું સંમેલન યોજાશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન યોજાશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ અમારા સમાજને ટિકિટ મળે એવી માગ કરવામાં આવશે. મુસ્લિમ સમાજ જેમ મતદાન કરે છે તેમ અમારો કોળી-ઠાકોર સમાજ મતદાન કરે છે. મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને એ થાય એવું લાગતું પણ નથી, મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી આપવામાં આવી છે.
આજે બન્ને એક મંચ પર એકઠા થયા
આ નિવેદનને લઈ કુંવરજી બાવળિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફતેપરાને સણસણતો જવાબ આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ફતેપરા સાથે મારે કંઇ લાગેવળગે નહીં. તે થોડો કોળી સમાજની ખિસ્સામાં લઈને ફરે છે. એવું જ હોય તો સુરેન્દ્રનગરમાં બીજીવાર ચૂંટણી લડ્યો તો જીતી ગયો ન હોત! ફતેપરા કાર્યક્રમ કરતો હોય તો ભલે કરે. કોળી સમાજમાં કંઇ ફાંટા-બાટા નથી, કોઇને વ્યક્તિગત વાંધો હોય તો ફાંટા કહેવાય જ નહીં. ભલામણા સુરેન્દ્રનગરમાં બીજીવાર લોકસભાની ચૂંટણી લડ્યો તો એ જીતી ગયો ન હોત! ધારાસભ્ય ન થઇ ગયો હોત!, બોલે એમ ન થાય. રાજકોટમાં 10થી 15 હજાર લોકોનું સંમેલન બોલાવે તો કહેવાય, બોલવું સહેલું છે અને કરીને બતાવવું અઘરું છે. છતાં પણ આજે બન્ને એક મંચ પર

0 Response to "વિધાનસભાની ચૂંટણી પહેલા બાવળિયા અને ફતેપરા એક થયા, જસદણ બેઠક પર કોળી સમાજની ટિકિટ મેળવવા બેઠક યોજી"
ટિપ્પણી પોસ્ટ કરો