વડોદરામાં પહેલા વરસાદમાં રોડ ચિકાસવાળા બનતા ટુ-વ્હીલર ચાલકો પટકાયા,
વડોદરામાં પહેલા વરસાદમાં રોડ ચિકાસવાળા બનતા ટુ-વ્હીલર ચાલકો પટકાયા,
વડોદરા શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થતાં જુદા-જુદા વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાના સાતથી આઠ બનાવ બન્યા છે. જેમાં કેટલાક અકસ્માતની ઘટના લોકોએ મોબાઇલમાં કેદ પણ કરી હતી.
કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા
ચોમાસાની શરૂઆત થઇ છે અને વડોદરામાં હજુ વાદળછાયું વાતાવરણ છે. વડોદરા શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદીની ઝરમર વરસી છે, પરંતુ, તેના કારણે રોડ ચિકણા થતાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ ન્યુ સમા અને અલકાપુરી રોડ પર બની છે. બંને જગ્યાએ લગભગ સાતથી આઠ ટુ-વ્હીલર ચાલકો પડ્યાના બનાવ બન્યા છે અને તેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પણ થઇ છે.
પહેલા વરસાદને કારણે સમસ્યા
ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલો વરસાદ આવ્યો છે. જેથી આખું વર્ષ રોડ પર ઓઇલ સહિતની ચિકાસવાળા પદાર્થ ઢોળાયા હોય છે, જેથી પ્રથમ વરસાદમાં રોડ લપસણા બન્યા છે. જેથી ચોમાસાના શરૂઆતી દિવસોમાં વાહન ચાલકોએ વાહન જાળવીને ચલાવવું હિતાવહ છે.

0 Response to "વડોદરામાં પહેલા વરસાદમાં રોડ ચિકાસવાળા બનતા ટુ-વ્હીલર ચાલકો પટકાયા,"
ટિપ્પણી પોસ્ટ કરો